ચારણનેશ પ્રા. શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ

  • June 29, 2024 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર તાલુકાની ચારણનેશ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગરથી નાયબ શિક્ષણ સચિવ શ્રીમતિ એચ.આર.શારડા મેડમ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી વિપુલભાઈ મહેતા સાહેબ, સીઆરસી કો.ઓ. ભાવનાબેન  તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


સૌપ્રથમ મહેમાનોનું કુમકુમ તિલક અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.. મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટ્ય બાદ બાળકો દ્વારા સુંદર પ્રાર્થના રજુ કરવામાં આવી હતી. સૌપ્રથમ આંગણવાડીના બાળકોને તેમની કીટ તથા ગણવેશ આપીને પ્રવેશ કરાવ્યો હતો. ત્યાર બાદ બાળવાટિકાના બાળકોને અને ધોરણ – ૧/૯નાં બાળકોને શૈક્ષિણક કીટ આપીને તેમજ સરકારશ્રી દ્વારા અપાયેલ સાહિત્ય આપીને શાળા પ્રવેશ કરવી વિદ્યારંભ કરાવ્યો હતો બાળકોના શાળા પ્રવેશ કરાવ્યા બાદ ગત વર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.


શાળાની બાળાઓ દ્વારા આ તકે દીકરીના શિક્ષણનું મહત્વ અને વિજ્ઞાન ટેકનોલોજી વિષય પર પોતાની વાત રજુ કરી હતી. બાળકોના સન્માન બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબે બાળકોને સુંદર ગીત હિન્દી અને અંગ્રેજીમાં અભિનય સાથે ગવડાવ્યું હતું. અને તેમણે તમામ બાળકોને શુભેચ્છા આપી. ત્યારબાદ સરકારશ્રી દ્વારા અપાયેલ સાહિત્યનું અને શિક્ષકો દ્વારા બનાવેલ શૈક્ષણિક સાહિત્યના પ્રદર્શનની મુલાકાત વાલીઓ સાથે લીધી હતી અંતમાં એસએમસી અને વાલીઓ તથા શાળાના શિક્ષકો સાથે બેઠક યોજી હતી જેમાં શાળા નિરિક્ષણ ફોર્મ ભરી શાળા વિકાસની ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ શાળાના મેદાનમાં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application