અજમેર શરીફ દરગાહમાં બબાલ....વાંધાજનક સૂત્રોચ્ચાર પર બંને જૂથોએ એકબીજા પર ઢીકા-પાટુનો કર્યો વરસાદ, જુઓ વિડીયો 

  • January 30, 2023 06:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રવિવારે (29 જાન્યુઆરી) રાજસ્થાનના અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ ખાતે વાર્ષિક ઉર્સ દરમિયાન જાયરીન અને દરગાહના ખાદીમ વચ્ચે વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર કરવા પર ઘર્ષણ થયું હતું. આ દરમિયાન બંને જૂથોએ એક બીજા પર ઢીકા પાટુઓની વરસાદ કરી હતી. જોકે બાદમાં પોલીસે મામલો શાંત પાડયો હતો. આ ઘર્ષણનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
​​​​​​​

રવિવારે અજમેર દરગાહના વાર્ષિક ઉર્સ દરમિયાન શાહજહાની મસ્જિદમાં કેટલાક જાયરીનએ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે અજમેર દરગાહના ખાદીમોએ આનો વિરોધ કરતાં વાતાવરણ વધુ ગરમાયું હતું. જાયરીનના વિવાદાસ્પદ નારા સાંભળીને કેટલાક ખાદિમ ભડક્યા. આ પછી ખાદીમોએ દરગાહના પરિસરમાં જન્નતી દરવાજા પાસે સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોને માર માર્યો હતો. ઝઘડાના સમાચાર મળતાની સાથે જ દરગાહ પોલીસ સ્ટેશનના પ્રભારી અમરસિંહ ભાટી પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે લડાઈમાં બરેલવી સંપ્રદાયના સભ્યો અને દરગાહના ખાદિમ સામેલ હતા. જોકે, આ મામલે હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ કરવામાં આવી નથી.


ખાદિમની સંસ્થા અંજુમનના સેક્રેટરી સૈયદ સરવર ચિશ્તીએ આ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે જિલ્લા પ્રશાસનને પત્ર લખીને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે. સાથે જ પોલીસે આરોપી યુવકની કસ્ટડીમાં પૂછપરછ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application