ભારતનું ચંદ્રયાન–૩ સંભવત: ચંદ્રના સૌથી જૂના ક્રેટર્સમાંથી એક પર ઉતયુ હતું. મિશન અને ઉપગ્રહોમાંથી મળેલી તસવીરોનું વિશ્લેષણ કરનારા વૈજ્ઞાનિકોએ આ શકયતા વ્યકત કરી છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના સંશોધકોએ જણાવ્યું કે ચદ્રં જે ક્રેટર પર છે તે નેકટેરિયનનો સમયગાળો ૩.૮૫ અબજ વર્ષ જૂનો છે અને તે ચદ્રં પરનો સૌથી જૂનો સમયગાળો છે.કોઈપણ ગ્રહ, ઉપગ્રહ અથવા અન્ય અવકાશી પદાર્થ પરના ખાડાને ક્રેટર કહે છે. આ ક્રેટર્સ વાળામુખી ફાટવાથી બને છે. આ સિવાય યારે ઉલ્કા પિંડ સાથે અથડાય છે ત્યારે પણ ક્રેટર્સ બને છે.
ભૌતિક સંશોધન પ્રયોગશાળાના પ્લેનેટરી સાયન્સ વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર એસ. વિજયને કહ્યું કે ચંદ્રયાન–૩ યાં લેન્ડ થયું છે તે એક અનોખી ભૂસ્તરશાક્રીય જગ્યા છે, યાં અન્ય કોઈ મિશન પહોંચ્યું નથી.
મિશનના રોવરમાંથી મળેલી તસવીરો આ અક્ષાંશ પર રોવર દ્રારા લેવામાં આવેલી ચંદ્રની પ્રથમ તસવીરો છે. આ દર્શાવે છે કે સમય જતાં ચંદ્રનો વિકાસ કેવી રીતે થયો. યારે કોઈ તારો કોઈ ગ્રહ અથવા ચદ્રં જેવા મોટા શરીરની સપાટી સાથે અથડાવે છે, ત્યારે એક ખાડો બને છે અને તેમાંથી દુર થયેલી સામગ્રીને ઇજેકટા કહેવામાં આવે છે.
ઈકારસ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસના લેખક વિજયને કહ્યું કે યારે તમે રેતી પર બોલ ફેંકો છો, ત્યારે રેતીનો કેટલોક ભાગ દુર થઈ જાય છે અથવા બહારની તરફ ઉછળે છે અને નાના ઢગલામાં ફેરવાઈ જાય છે. ઇજેકટા પણ એ જ રીતે બને છે.
ચંદ્રયાન–૩ આવા જ એક ક્રેટર પર ઉતયુ હતું – જેનો વ્યાસ લગભગ ૧૬૦ કિલોમીટર છે અને ફોટોગ્રાસ દર્શાવે છે કે તે લગભગ અર્ધ–ગોળાકાર માળખું છે. સંશોધકોએ જણાવ્યું હતું કે આ ખાડાનો અડધો ભાગ છે અને બાકીનો અડધો ભાગ દક્ષિણ ધ્રુવ – એટકેન બેસિનના ઇજેકટા હેઠળ દટાયેલો હોઈ શકે છે.
પ્રજ્ઞાનને ચંદ્રયાન–૩ના લેન્ડર વિક્રમ દ્રારા ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવ્યું હતું. ઈસરો દ્રારા પ્રક્ષેપિત આ ચંદ્રયાન, ૨૩ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોટ લેન્ડિંગ કયુ હતું. ૨૬ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ચંદ્રયાન યાં ઉતયુ તે સ્થળનું નામ શિવ શકિત પોઇન્ટ રાખવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech