રાજકોટની ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓને સમન્સ આવે તેવી સંભાવના

  • June 14, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના અિકાંડની દુર્ઘટનાને પગલે આખા સચિવાલયને પસીનો આવી રહ્યો છે. એક તરફ મનોરંજન પાર્ક અને ગેમિંગ ઝોન બાબતે નીતિ બનાવવાની મથામણ ચાલી રહી છે ત્યારે અદાલતના પ્રેશર હેઠળ હવે સરકારની કમિટી બનાવીને તપાસ શ થતાં ઇન્કવાયરીનો વ્યાપ વધે તેવી શકયતા છે. પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉચ્ચ અધિકારીઓ અને સંડોવાયેલા પદાધિકારીઓના નામ દાખલ કરી તેમની ધરપકડ કરવી કે કેમ તે મુદ્દે ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. ગાંધીનગરમાં તપાસનો ધમધમાટ ફરી શ થયો છે. રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જાહેરમાં ચિંતા વ્યકત કરી અધિકારીઓને આડકતરી રીતે ચેતવણી આપી દીધી છે.
રાજકોટમાં સસ્પેન્ડ કરાયેલા અને બદલી કરાયેલા ઉચ્ચ અધિકારીઓની બેનામી સંપત્તિની તપાસ કરવા માટે એસીબીની ટીમ રાજકોટમાં ધામા નાંખીને બેઠી છે. હમણાં જ જવાબદારીમાંથી ખસેડવામાં આવેલા એક અધિકારીની કરોડો પિયાની સંપત્તિની વિગતો બહાર આવી છે. સીટની તપાસ પછી તથ્ય જણાશે તેવા અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકતો વસાવવાનો ગુનો પણ દાખલ થઇ શકે છે. અગાઉ આ ગેમઝોનની મુલાકાત લેનારા ઉચ્ચ અધિકારીઓ સામે પણ તપાસ શ કરવાની લીલીઝંડી આપવામાં આવી છે. વહીવટી તંત્રમાં ઉપર થી નીચે સુધી ભ્રષ્ટ્રાચાર થયો હોવાના કારણે અધિકારીઓએ આખં મિંચામણાં કર્યા છે જેની સરકારમાં ગંભીર નોંધ લેવાઇ છે. બીજીતરફ, સીટના વડા સિનિયર આઇપીએસ સુભાષ ત્રિવેદી અને સીટના સભ્યો દ્રારા તપાસનો ધમધમાટ સતત ચાલી રહ્યો છે. આ પૂછપરછમાં કુલ આઠ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓના નિવેદનો રેકર્ડ પર લેવામાં આવનાર છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application