ગુજરાત પરથી માવઠાની શકયતા દૂર મહત્તમ તાપમાન ઘટતા ગરમીમાં રાહ

  • February 01, 2025 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હિમાલયન રિજીયનમાં ઉપરા ઉપરી ત્રણ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આસામ તથા તમિલનાડુમાં સાયકલોનિક સકર્યુલેશન જોવા મળતા દેશના મોટાભાગના રાયોમાં વરસાદ શ થયો છે. ગુજરાતમાં રવિવારથી માવઠું થશે તેવી આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી હતી પરંતુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અને સાયકલોનિક સકર્યુલેશન જેવી સિસ્ટમો ખાસ પ્રભાવશાળી ન હોવાથી ગુજરાત પરથી માવઠાનું સંકટ દૂર થયું છે. જોકે જમ્મુ કશ્મીર પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ ઉતરાખડં તામિલનાડુ કેરલા અને આસામ સહિતના પૂર્વેાતરના રાયોમાં વરસાદ શ છે.
આજે લઘુતમ તાપમાનમાં ખાસ ફેરફાર થયો નથી. પરંતુ મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલું શુક્રવારે ઘટી જતા લોકોને ગરમીમાં રાહત મળી છે. મહત્પવા અને ભાવનગર સિવાય સૌરાષ્ટ્ર્ર કચ્છમાં બધે જ મહત્તમ તાપમાનનો પારો ફરી ૩૦ ડિગ્રી નીચે આવી ગયો છે. મહત્પવામાં ૩૧ અને ભાવનગરમાં ૩૦.૬ ડિગ્રી મહત્તમ તાપમાન શુક્રવારે નોંધાયું હતું.
આવી જ રીતે વાતાવરણમાં ભેજનું પ્રમાણ આજે બીજા દિવસે પણ વધુ રહ્યું હતું પોરબંદરમાં ૯૦ ટકા રાજકોટમાં ૮૨ અને કંડલામાં ૮૯% ભેજ આજે સવારે નોંધાયો હતો અને તેના કારણે ઝાકળ વર્ષા પણ થઈ હતી.
લઘુતમ તાપમાનની વાત કરીએ તો એક ડિગ્રીના ઘટાડા સાથે આજે નલિયામાં ૮.૭ ભુજમાં ૧૪.૮ અમરેલીમાં ૧૪ દ્રારકામાં ૨૦.૨ ઓખામાં ૨૦.૪ વેરાવળમાં ૧૭.૫ પોરબંદર અને રાજકોટમાં ૧૪.૩ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ગિરનાર પર્વત ઉપર આજનું લઘુતમ તાપમાન ૧૦.૫ અને જૂનાગઢ શહેરમાં ૧૫.૫ ડિગ્રી રહેવા
પામ્યું છે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦% નોંધાયું છે. અમદાવાદમાં ૧૫.૭ ડીસામાં ૧૨.૪ વડોદરામાં ૧૭.૬ અને સુરતમાં ૧૮.૨ ડિગ્રી લઘુતમ તાપમાન આજે રહેવા પામ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application