સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીને કેન્દ્ર સરકારે પાંચ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી: ૮૬.૪૦ લાખ પગારમાં વપરાશે

  • January 30, 2024 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બૌદ્ધિક સંપદાના મહત્તમ ઉપયોગ દ્રારા સૌરાષ્ટ્ર્રના લોકોની માથાદીઠ આવક વધે તે માટે કેન્દ્ર સરકારે પિયા પાંચ કરોડની ગ્રાન્ટ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી માટે મંજૂર કરી છે અને તેનો પ્રથમ હો પિયા ૧૯ લાખનો આવી પણ ગયો છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં કાર્યરત સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન પોલીસી (એસએસઆઈપી) અંતર્ગત આ માટે કામ કરવાનું થાય છે. આ પ્રોજેકટ અંતર્ગત દીપકભાઈ પરમાર નામના વ્યકિતની માસિક પિયા એક લાખના પગાર સાથે નિમણૂક કરવામાં આવી છે.

યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ હજુ બે જુનિયર રિસર્ચ ફેલોની નિમણૂક કરવાની બાકી છે અને તે ટૂંક સમયમાં કરી દેવાશે. આ બંનેને પ્રતિમાસ બાવીસ–બાવીસ હજાર પગાર પેટે ચૂકવવામાં આવશે.આ મુજબ પાંચ વર્ષ દરમિયાન પાંચ કરોડની ગ્રાન્ટ મળનારી છે અને પગાર પાછળ પિયા ૮૬.૪૦ લાખ વપરાશે.

આ પ્રોજેકટની વિગત એવી છે કે રાજકોટ અને પાટણના પટોળા વખણાય છે. ગોંડલના મરચા દેશ–વિદેશમાં જાણીતા છે. આ પ્રકારે સૌરાષ્ટ્ર્રના એગ્રીકલ્ચર, હેન્ડીક્રાટ, જંગલના ઉત્પાદનો જેવી બાબતોને જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન (જીઆઈ) ટેગ આપીને તેની બ્રાન્ડ વેલ્યુ વધારવા માટેના સેમિનાર, જનજાગૃતિના કાર્યક્રમો, વર્કશોપ, સર્ટિફિકેટ કોર્ષ વગેરે જેવી કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત પેટન્ટ અને કોપીરાઇટ જેવી કામગીરી પણ કરવા માટે વિધાર્થીઓ અને ઉધોગોમાં જનજાગૃતિ ફેલાવવાનો અને આ દિશામાં સંશોધનને વેગ આપવાનો આશય છે.

દીપકભાઈ પરમાર યુનિવર્સિટી સાથે જોડાયેલા નથી પરંતુ પેટન્ટ અને કોપી રાઈટ જીઆઇ ટેગ જેવી કામગીરીમાં તે કાયદાના પૂરેપૂરા જાણકાર હોવાથી તેની નિમણૂક કરવામાં આવી હોવાનું યુનિવર્સિટીના વર્તુળો જણાવે છે અને સાથો સાથ ઉમેરે છે કે નિમણૂક કરતા પહેલા તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયાઓને અનુસરવામાં આવી છે.

એસએસઆઈપીની પ્રવૃત્તિ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર રંજનબેન ખુટ સંભાળે છે.

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી ની માફક વડોદરાની એમએસ યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીને પણ કેન્દ્ર સરકારે પાંચ પાંચ કરોડ પિયા ગ્રાન્ટ આપવાનું નક્કી કયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application