ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટેની રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ હેઠળ રૂ.૧૬,૬૬૩ કરોડના ખર્ચને કેન્દ્ર સરકારની મંજૂરી

  • December 13, 2023 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ક્ધઝ્યુમર સેગમેન્ટમાં કુલ ૧,૬૪,૮૧,૮૭૧ સ્માર્ટ મીટર માટે અનુમતિ: રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને વીજ તથા ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રીનો પ્રત્યુત્તર

ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ (આરડીએસએસ) હેઠળ નાણાકીય વર્ષ (એફવાય) ૨૦૨૧-૨૨થી એફવાય ૨૦૨૫-૨૬ સુધીના પાંચના ગાળા દરમિયાન કુલ રૂ. ૧૬,૬૬૩ કરોડના ખર્ચને મંજૂરી આપી છે. આરડીએસએસનો ઉદ્દેશ વિતરણ ક્ષેત્રમાં નાણાકીય શિસ્તને લાગુ કરવા ઉપરાંત ઉપભોક્તાઓને સતત વીજ પૂરવઠો પૂરો પાડવાનો છે. રાષ્ટ્રીય સ્તરે આ સમયગાળા દરમિયાનકુલ ખર્ચ રૂ. ૩,૦૩,૭૫૮ કરોડ અને કુલ અંદાજપત્રીય સહાયતા (જીબીએસ) રૂ. ૯૭,૬૩૧ કરોડ રહી હતી. આ માહિતી કેન્દ્રીય વીજ અને નવી તથા રિન્યુએબલ ઊર્જા મંત્રી આર કે સિંહ દ્વારા ૧૨ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ગૃહમાં ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.
મંત્રીના નિવેદન અનુસાર, વિવિધ રાજ્યોમાં આશરે ૧૯.૭૯ કરોડ પ્રિ-પેઈડ ક્ધઝ્યુમર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન છે, જેમાંથી ૧.૬૫ કરોડ સ્માર્ટ મીટર્સ ગુજરાતમાં લગાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગુજરાતમાં કુલ ૬૬.૦૯ લાખ સ્માર્ટ મીટર, જ્યારે બીજા તબક્કામાં વધુ ૧.૦૫ કરોડ મીટર લગાવવામાં આવશે. નથવાણી વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધીમાં વીજ મંત્રાલયે શરૂ કરેલી યોજનાઓ વિશે જાણવા માગતા હતા. સાથે તેમણે આ યોજનાઓ હેઠળ ફાળવાયેલા અને તેના અમલ માટે ઉપયોગ કરાયેલા ફંડ્સની વિગતો પણ માંગી હતી.
મંત્રીના નિવેદન અનુસાર, રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો આરડીએસએસ હેઠળ આશરે ૫૨ લાખ ડિસ્ટ્રીબ્યૂશન ટ્રાન્સફોર્મર (ડીટી) સ્માર્ટ મીટર્સ અને ૧.૮૮ લાખ ફીડર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન ધરાવે છે, જેમાંથી ૩ લાખ જેટલા ડીટી સ્માર્ટ મીટર્સ અને ૫,૨૨૯ ફીડર સ્માર્ટ મીટર્સ એકલા ગુજરાતમાં જ લગાવાશે.ફીડર અને ડીટી સ્માર્ટ મીટરથી એનર્જી્ એકાઉન્ટીંગ ઓટોમેટિક અને સચોટ બનતાં હાઈ લોસ એરિયા શોધવામાં મદદ મળશે. આજદિન સુધીમાં, લોસ રિડક્શન (એલઆર) કામકાજ માટે રૂ. ૧,૨૧,૭૭૮ કરોડના કુલ ખર્ચ ધરાવતા ડીપીઆરને મંજૂર કરાઈ ચૂક્યા છે અને ભારતમાં સ્માર્ટ મીટરિંગના કામો માટે રૂ. ૧,૩૦,૪૭૪ કરોડ મંજૂર કરાયા છે.
જવાબમાં એ પણ ઉલ્લેખ કરાયો હતો કે, આરડીએસએસ હેઠળ મંજૂર કરાયેલા કુલ ખર્ચમાંથી, રૂ. ૫,૮૯૭.૨૨ કરોડને સ્કીમ ગાઈડલાઈન્સ મુજબ સ્કીમ લોંચ કરાઈ ત્યારથી માંડીને ૦૬-૧૨-૨૦૨૩ સુધીમાં જારી કરી દેવાયા છે, જેમાંથી રૂ. ૩૦૮ કરોડ છેલ્લા બે વર્ષ અને વર્તમાન વર્ષ દરમિયાન ગુજરાત માટે જારી કરવામાં આવ્યા છે.
મંત્રીના જવાબ અનુસાર, આરડીએસએસ સ્કીમ એફવાય ૨૦૨૫-૨૬ સુધી જારી રહેશે. આ સ્કીમનો ઉદ્દેશ  એટી એન્ડ સી ખોટને ઘટાડીને ૧૨-૧૫%ના ભારતવ્યાપી સ્તરે પહોંચાડવાનો તેમજ ૨૦૨૪-૨૫ સુધીમાં એસીએસ-એઆરઆર તફાવતને નાબૂદ કરવાનો છે. આનાથી ડિસ્કોમમાં નાણાકીય સદ્ધરતા આવશે અને આખા વિજ ક્ષેત્રમાં સુધારા જોવા મળશે. આ સુધારાત્મક પગલાંને આરડીએસએસ હેઠળ આ મંત્રાલયની અન્ય વિવિધ પહેલો સાથે લેવાના પરિણામે ડિસ્કોમની એટી એન્ડ સી ખોટ જે એફવાય ૨૦૨૧માં ૨૨.૩૨% હતી તે એફવાય ૨૦૨૨માં ઘટીને ૧૬.૪૪%ના સ્તરે પહોંચી ગઈ છે, એમ જવાબમાં જણવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખોટમાં ઘટાડાના પરિણામે અને વચ્ચેનો તફાવત પણ ઘટ્યો છે જે એફવાય ૨૦૨૧ના રૂ. ૦.૬૯/ના આંકેથી ઘટીને એફવાય ૨૦૨૨માં  રુા.૦.૧૫ના સ્તરે પહોંચી ગયો છે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application