જામનગર મહાનગરપાલિકામાં પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા દિવસે વિશ્વ માસિક દિવસ નિમિતે ૩૦૯ આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃતિ દ્વારા ઉજવણી

  • May 25, 2023 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત જામનગર મહાનગર પાલિકામાં આઈ. સી. ડી. એસ શાખા માં રાજ્ય સરકાર દ્વારા પૂર્ણા યોજના કાર્યરત છે જેમાં ૧૫ થી ૧૮ વર્ષની શાળા એ જતી તથા ન જતી કિશોરીઓ ને માસ ના દર ચોથા મંગળવારે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ઉજવણીમાં વિવિધ પ્રવૃતિ કરવામાં આવે છે દર માસે અલગ-અલગ હરીફાઈ તથા પ્રવૃતિનું આયોજન કરવામાં આવે છે. પરંતુ તા.૨૮/૫/૨૩ ના રોજ  હોવાથી તા.૨૩/૫/૨૩ થી ૨૮/૫/૨૩ના રોજ સુધી વિશ્વ માસિક દિવસ વિષે જાગૃતતા લાવવા કિશોરીઓને વિવિધ પ્રવૃતિ કરાવવામાં આવેલ.કિશોરીઓના હથેળી પર રેડ ડોટ કરાવેલ જે માસિક દરમિયાન રાખવાની સ્વચ્છતાનું પ્રતિક છે.માસિક ચક્રને દર્શવાતુ બ્રેશલેટ બનાવેલ,કાર્યકર બહેન દ્વારા પેડ મેકિંગ નિદર્શન કરવામાં આવેલ કિશોરીઓ માટે માસિક અંગે રાખવાની સ્વચ્છતા વિષે ક્વિઝ દ્વારા કિશોરીઓને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવેલ.
જામનગર મહાનગર પાલિકા માં દરેક આંગણવાડીકેન્દ્ર માં ઉજવણી કરવામાં આવેલ.વિશ્રામવાડી,નવાગામ સેજા ના પ્રોગ્રામ માં પૂર્ણા ક્ધસલ્ટન્ટ હાજર રહેલ. વિશ્રામવાડીની ૧૨૦ કિશોરીઓને  તથા નવાગામ ૭૪ કિશોરીઓ તથા કાર્યકર બહેનો ઉપસ્થિત રહેલ. ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી હિતેશભાઈ પંડયા, મેનેજિંગ ટ્રસ્ટી કાજલબેન પંડયા દ્વારા ઉપસ્થિત તમામ કિશોરીઓને સેનેટરી નેપકિન નું વિતરણ કરવામાં આવેલ. તથા માસિક દરમિયાન રાખવામાં આવતી સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવાની ઝુંબેસમાં ભાગીદાર બનેલ પૂર્ણા ક્ધસલ્ટન્ટ દ્વારા નીચેના વિષય પર પરામર્શ કરવામાં આવેલ.
પરામર્શ આપવાના વિષયો: સેનેટરી પેડ નું માર્ગદર્શન અને ઉપલબ્ધતા અને નિકાલ કરવા માટે શું કરવું તેની ચર્ચા, માસિક દરમિયાન રાખવાની સ્વચ્છતા, માસિક વિશેની ગેર માન્યતાઓ, સ્વચ્છતા ના પ્રકારો વિશે સમજણ આપવી, હાથ ધોવાના ફાયદા, હાથ ધોવાની રીત શીખવી, ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ ઉમર મુજબ પોષક આહારની જરુરિયાતની સમજણ અપાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application