ડેન્ટલ હોસ્પિટલના પ્રોસ્થોડોન્ટીકસ વિભાગ દ્વારા પ્રોસ્થોડોન્ટીકસ ડેની ઉજવણી

  • January 30, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેરેથોન દોડ સ્પર્ધામાં ૧૯૦ સ્પર્ધકોએ ભાગ લીધો

જામનગરમાં સ્થિત ગવર્મેન્ટ ડેન્ટલ હોસ્પિટલના પ્રોસ્થેટિક વિભાગ દ્વારા ત્રિ-દિવસીય કાર્યક્રમ અંતર્ગત વર્લ્ડ પ્રોસ્થોડોન્ટીકસ ડે- ૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના પ્રથમ દિવસે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોસ્થેટિક ફલેર, લોગો ડીઝાઈન, ટેગ લાઈન રાઈટિંગ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જેમાં ડેન્ટલ કોલેજના વિધાર્થીગણ, ડોક્ટર્સ ટીમ અને અન્ય સ્ટાફગણ દ્વારા ડેન્ટલ મટીરિયલ્સનો ઉપયોગ કરીને ઓન ઘી સ્પોટ વૈવિધ્યપૂર્ણ કલાકૃતિઓનું ખુબ જ સુંદર આર્ટ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના બીજા દિવસે ૫ મેરેથોન દોડનું રોઝીબંદર રોડ ખાતે વ્યવસ્થાપૂર્ણ આયોજન કરાયું હતું. જેમાં ૧૯૦ જેટલા લોકોએ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. આ મેરેથોનનું દોડ રંગોલી કોર્પોરેટ, રાજવંશ ઈન્ડસ્ટ્રી તેમજ ડ્રીમ ડેકોર ફર્નિચરના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના ત્રીજા દિવસે   પ્રોસ્થોડોન્ટીસ્ટ ડે તરીકે ડેન્ટલ વિદ્યાશાખાના તમામ પ્રોસ્થોડોન્ટીસ્ટ દ્વારા દાંતના ચોકઠા, ફિક્સ દાંતના બ્રિજ ઈમપ્લાન્ટસ પરના ફિક્સ દાંત, ચોકઠા, સ્માઈલ ડીઝાઈનીંગ, મ્યુકરમાયકોસિસ, અન્ય કેન્સરગ્રસ્ત ડીફેક્ટ જન્મજાત તાળવા હોઠની ફાટની સારવાર, દર્દીઓના મોઢાની ડીફેક્ટમાં બનાવવામાં આવતા સ્પેશિયલ ચોકઠા વિષે માહિતી પુરી પાડવામાં આવી હતી. આ દિવસની ઉજવણી પ્રોસ્થેટિક વિભાગ દ્વારા સમાજના નાગરિકો તેમજ દર્દીઓમાં આ વિભાગ દ્વારા થતી વિવિધ સારવાર અને તેના લાભ અંગે માહિતી- માર્ગદર્શન અને જનજાગૃતિના હેતુસર કરવામાં આવતી હોય છે.   આ ઉપરાંત, જામનગરના પ્રાઇવેટ પ્રોસ્થોડોન્ટીસ્ટ ડો.અપૂર્વા ગુપ્તા દ્વારા આ ક્ષેત્રે થયેલા આધુનિકીરણ, અત્યાધુનિક  ટેક્નોલોજી, મટીરિયલ, વિવિધ ઉપચાર પદ્ધતિઓ, મશીનરી તેમજ સારવારમાં થયેલા રીવોલ્યુશનરી ચેન્જ પર પ્રકાશ પાડતું લેકચર આપવામાં આવ્યું હતું. પ્રોસ્થેટિક વિભાગ દ્વારા કાર્યક્રમના અંતે જામનગરના તમામ પ્રોસ્થોડોન્ટીસ્ટ તજજ્ઞોનું મોમેન્ટો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામો, ટ્રોફી અને પ્રમાણપત્રો આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા, આ સમગ્ર કાર્યક્રમ ડેન્ટલ વિભાગના વડા ડો.કવિતા ગુપ્તા, સિનિયર મોસ્ટ ડો.સંજય ઉમરાણીયા, સમગ્ર પ્રોસ્થેટિક વિભાગ ટીમ અને ડેન્ટલ હોસ્પિટલના ડીન ડો.નયનાબેન પટેલની માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application