જોડિયામાં શેષાવતર રાવળ પીર ડાડાની સાનિધ્યમાં ભાદરાવી બીજની ઉજવણી

  • September 19, 2023 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમસ્ત દલ જાડેજાના ઈષ્ટદેવ શ્રી રાવલ પીર ડાડા  જોડિયાના ત્રણ જુદા જુદા સ્થાને મંદિર માં બિરાજી રહયા છે,  શ્રી રાવળ પીર ડાડા રાજાશાહી વખતથી જોડિયાના દરબારગઢમાં બિરાજી રહયા છે અને પ્રથમ આષાઢી બીજ ડાડાના સાનિધ્યમાં ગામલોકો ઉજવે છે.


જયારે શ્રાવણ બીજ જોડિયાની નદીના ઉપલાં કાંઠે સીમ વિસ્તારના એક ખેતરમાં આવેલ મંદિરમાં વિરાજી રહયા છે  ત્યાં ખેડૂતો દ્વારા શ્રી રાવળ પીર ડાડાની પુજનવિધી દ્વારા ઉજવણી કરાય છે.


જ્યારે ત્રીજી ભાદરવી બીજ જોડિયાના ઉંડ નદીના ઉપલાં કાંઠે ડેરીમાં બિરાજી રહયા છે, ત્યાં મોટી સંખ્યામાં દલ જાડેજા પરિવાર દ્વારા શ્રદ્ધા અને ભકિત ભાવથી શ્રી રાવળ પીર ડાડા ની પુજનવિધી દ્વારા બીજની ઉજવણી કરાય છે. ખેડૂતો અને ગામલોકો શ્રી રાવળ પીર ડાડાના દર્શનનો લાભ મેળવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application