૩ રાજ્યોમાં ભાજપની શાનદાર જીતનો હાલારભરમાં જશ્ન

  • December 04, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર-જિલ્લા અને ખંભાળીયા સહિતના તમામ તાલુકા મથકોએ આંતશબાજી, મીઠાઇઓ ખવડાવીને મોઢા મીઠા કરાવ્યા : ભાજપમાં ખુશીનો માહોલ

ભારતના ચાર રાજ્યોની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરાયું હતું, જેમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને પ્રચંડ સમર્થન મળ્યું છે, જ્યારે તેલંગાણા  રાજ્યમાં પણ ભાજપની ખૂબ જ સારી સ્થિતિ રહી છે, ત્યારે ભાજપ  માટે લોકો દ્વારા અપાયેલું જન સમર્થન અને વડાપ્રધાન મોદીની ગેરંટીને ભાજપનો જલંત વિજય ગણાવીને આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરો દ્વારા આપવામાં આવ્યો હતો. જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મૂંગરા તેમજ જિલ્લા ભાજપના અન્ય હોદ્દેદારો- કાર્ય કરો વગેરે બહોળી સંખ્યામાં એકત્ર થઈને એકબીજાના મીઠાં મોઢા કરાવી ને, સાથે સાથે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.
ભાજપને મળેલા જીતના સમર્થનમાં જામનગર શહેર ભાજપ દ્વારા વિજય ઉત્સવની ઉજવણી કરાઈ
ભારતના ચાર રાજ્યોની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરાયું હતું, જેમાં મધ્ય પ્રદેશ,  રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને પ્રચંડ જન સમર્થન મળ્યું છે, જ્યારે તેલંગાણા  રાજ્યમાં પણ ભાજપની ખૂબ જ સારી સ્થિતિ રહી છે, ત્યારે ભાજપ  માટે લોકો દ્વારા અપાયેલું જન સમર્થન અન્વયે શહેર  ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આતશબાજી કરવા મા તેમજ એક.મેક ના મોંઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા , ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા,  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા  સહિત ભાજપના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યની ગઈકાલે રવિવારે યોજવામાં આવેલી મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીએ ગત વખત કરતા નોંધપાત્ર સંખ્યામાં વધુ સીટો મેળવીને મેળવેલા ભવ્ય વિજયને ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના કાર્યકરોએ હોંશભેર વધાવ્યો છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખરજીના રાષ્ટ્રવાદી વિચારોના સિંચન થી ઊભી થયેલ ભારતીય જનતા પાર્ટી વિશ્વની સહુથી મોટી પાર્ટી બની છે. નરેન્દ્રભાઇ મોદીનીના સક્ષમ નેતૃત્વમાં ભારત વિશ્વ સ્તરે અગ્રેસર બન્યું છે, ત્યારે આજે રાજેસ્થાન, છતિસગઢ, મધ્યપ્રદેશમાં પૂર્ણ બહુમત મેળવેલ છે અને સરકાર રચવા જઈ રહ્યું છે.
ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા સતત ૫ વર્ષ પ્રજા સમકક્ષ રહે છે, દરેક નેતા સતત લોકસંપર્કમાં રહે છે. પ્રજા હિતની કામગીરી કરે છે. ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, *રાષ્ટ્ર પ્રથમ* માં વિચારને કેન્દ્રમાં રાખી નીતિ ઘડતર કરે છે. ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની તાકાતથી વિશ્વની સહુથી મોટી રાજકીય પાર્ટી બની છે અને કાર્યકર્તાની જ તાકાત છે, જેના ફળસ્વરૂપ ભારતીય જનતા પાર્ટી સફળતાના શિખરો શર કરી રહ્યું છે. આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી ૫ લાખથી વધુ લીડથી બહુમત પ્રાપ્ત કરશે, તથા ભારત ભરમાં ઐતિહાસિક બહુમતી મેળવશે સ્પષ્ટ થયું છે.
ભારતીય જનતા પાર્ટીની ૩ રાજ્યમાં જીતથી ભારત ભરનાં કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે અને આ અન્વયે જામનગર શહેર ભાજપ દ્વારા વિજય ઉત્સવ ઉજવાય, એક બીજાની મો મીઠું કરાવેલ. ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટું, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સાશકપક્ષ નેતા આશિષભાઈ જોશી, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મનહરભાઈ ઝાલા, પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા, હિતેન ભટ્ટ, અશોક નંદા, મુકેશ દાસાણી, સહિત કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો, પ્રભારીઓ, વોર્ડ સમિતિના કાર્યકર્તાઓ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ સમર્થકો ઉપસ્થિત રહી, વિજય ઉત્સવની ઉજવણી કરેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર, લક્ષમણ ગઢવી તથા દિપાબેન સોનીની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
ખંભાળીયાનો અહેવાલ
અત્યંત રસાકસીભરી અને ઉત્તેજનાસભર એવી ખાસ કરીને રાજસ્થાન રાજ્યની ચૂંટણી ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણા સહિત પાંચ રાજ્યોના તાજેતરમાં થયેલા મતદાન બાદ ગઈકાલે કરવામાં આવેલી મતગણતરીમાં ભાજપએ કોંગ્રેસ પાસેથી રાજસ્થાનની સત્તા કબજે લઈ, અને મધ્યપ્રદેશ છત્તીસગઢ સહિતના ત્રણ રાજ્યોમાં નોંધપાત્ર લીડ સાથે સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા હાંસલ કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ રવિવારે ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા ભાગોમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. અહીંના જોધપુર ગેઈટ ચોક ખાતે ભાજપના કાર્યકરો એકત્ર થયા હતા અને જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, તાલુકા ભાજપ પ્રમુખ સી.એલ. ચાવડા, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, રાજુભાઈ ભરવાડ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, તાલુકા પંચાયતના ઘનશ્યામસિંહ જાડેજા, નિમિષાબેન નકુમ, ગીતાબા જાડેજા, રેખાબેન ખેતિયા, પી.એમ.ગઢવી, ઇન્દ્રજીતસિંહ પરમાર, દિનેશભાઈ દતાણી, જગુભાઈ રાયચુરા, ભાવનાબેન જીજ્ઞેશભાઈ પરમાર,  માનભા જાડેજા, ભિખુભા જેઠવા, હરેશભાઈ ભટ્ટ, કારૂભાઈ માવદીયા, હસુભાઈ ધોળકિયા, ભવ્ય ગોકાણી, દેવ શાહ સહિત સમગ્ર તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ફટાકડા ફોડીને એકબીજાના મોં મીઠા કરાવીને ભાજપના આ ભવ્ય વિજયને હોંશભેર વધાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application