રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને ૧૦ દિવસ વિત્યા કોઈ ચમ્મરબંધીને નહીં છોડાય તેવી પ્રથમ દિવસે જ વાતો થઈ, ઉચ્ચારણો થયા પરંતુ હજુ સુધી આ અિકાંડમાં સરકારની તપાસનીશ એજન્સીને કોઈ ચમ્મરબંધીનો એવો રોલ દેખાયો નથી કે, જેની ધરપકડ થઈ શકે. અત્યાર સુધી જે પકડાયા તે માછલારૂપ (નાના કર્મચારીઓ કે, અધિકારીઓ) છે. હજુ સુધી કોઈ મગરમચ્છને પકડવાની વાત તો દુર પરંતુ આવા મગરમચ્છો (ઉચ્ચ અધિકારીઓ)નો કોઈ રોલ છે કે નહીં ? તે પણ ખુલ્યું નથી અથવા જાહેર કરાયું નથી. ત્રણ દિવસ પહેલા આખરી ધરપકડ પુર્વ ટીપીઓ સહિત ચારની થઈ હતી ત્યાર બાદ આરોપીઓના આંકમાં એકપણ વ્યકિતનો વધારો થયો નથી. ઓનપેપર પોલીસના ચોપડે હવે ફરિયાદ મુજબ એક જમીન માલીક જ વોન્ટેડ છે.
ગત માસે તા.૨૫ના શનિવારના રોજ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં અિકાંડ થયો હતો જેમાં ઓફીશ્યલી ૨૭ વ્યકિતના મૃત્યુ જાહેર થયા છે. આ અિકાંડ બાદ સરકાર દ્રારા આ દુર્ઘટનામાં કોઈને છોડાશે નહીં તેવી જાહેરાત થઈ હતી અને રાબેતા મુજબ તાત્કાલીકપણે સરકાર દ્રારા સીટની રચના કરી દેવાઈ હતી. રાજકોટ પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં ગેમઝોનના ભાગીદારો યુવરાજસિંહ સોલંકી, રાહત્પલ રાઠોડ, રાહત્પલના કાકા વેલ્ડર મહેશ, ગેમઝોનનો મેનેજર નીતીન જૈન, જમીન માલીક કિરીટસિંહ જાડેજા સર્વપ્રથમ તપાસનીશ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી આરોપીઓના રીમાન્ડ મેળવ્યા હતા. સરકારની સીટના પ્રાથમીક અહેવાલ કે તપાસ મુજબ બનાવના ૪૮ કલાક બાદ મહાપાલિકાના આસિ. ટાઉન પ્લાનર ગૌતમ જોષી, કાલાવડ રોડના ફાયર ઓફિસર વિગોરા, માર્ગ મકાન વિભાગના બે નાયબ ઈજનેર સુમા અને કોઠીયાને તથા બે પીઆઈ વી.આર.પટેલ અને એન.આઈ.રાઠોડને સસ્પેન્ડ કરી તપાસમાં કોઈને નહીં છોડાય તેવું દેખાડવાના પ્રયાસો થયા હતા અને તાત્કાલીક ધોરણે મ્યુનિ. કમિશનર આનદં પટેલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડી. પોલીસ કમિશનર વિધી ચૌધરી તેમજ ડીસીપી સુધીર દેસાઈની બદલી કરી નાખવામાં આવી હતી.
તપાસ દરમ્યાન ગયા અઠવાડીયે પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા, તેના સાથીદારો મહાપાલિકાના અન્ય ત્રણ કર્મચારી એટીપી મુકેશ મકવાણા, ગૌતમ જોષી અને ફાયર ઓફિસર વિગોરાની ધરપકડ કરીને તમામના રીમાન્ડ મેળવાયા છે. અત્યારે કલાસ–૨ સુધીના સરકારી બાબુઓ પોલીસ કસ્ટડીમાં છે. હજુ તા.૧૨ સુધી આ બધાને ક્રાઈમ બ્રાંચ દ્રારા તપાસના કામે સાચવવા પડશેે. ત્યાર બાદ જરૂર પડયે વધુ રીમાન્ડ માગશે કે અથવા તો અદાલતમાં રજુ કરશે.
આ ગુનાની તપાસમાં ગેમઝોનના સંચાલકોથી લઈ માલીકો સુધીના ૬ વ્યકિતઓ સામે નામજોગ અને ૭મા તરીકે તપાસમાં ખુલે તે એવું લખાયું છે જેનો મતલબ તપાસ દરમ્યાન બે, પાંચ, પંદર, પચ્ચીસ કે જેટલા નામો આ ગુનામાં આવે તેની ધરપકડ થઈ શકે. હજુ સુધી તો તપાસમાં મહાપાલિકાના ચાર પુર્વ અધિકારીના નામ ખુલ્યા અને તેની ધરપકડ થઈ. ત્રણ દિવસથી રીમાન્ડ પર રહેલા આ એકપણ સરકારી બાબુ પાસેથી પોલીસને ગેરકાયદે ગેમઝોન નહીં પાડવા માટે ચારેયે આર્થિક લાભ મેળવ્યો હતો કે કોઈ રાજકીય આકાના દબાણથી આ ગેમઝોન પાડયો ન હતો ? તે ખુલી શકયું નથી. આ ઉપરાંત સરકાર રચીત સીટ પણ પેરેલલ તપાસ કરી કોનો શું રોલ છે ? તે ચકાસી રહી છે. અત્યાર સુધી રાજકોટમાં ૨૦૨૧થી ૨૦૨૪ (અિકાંડ દુર્ઘટના) સુધી ફરજ બજાવી ચુકેલા આઈએએસ, આઈપીએસ અફસરોની ગાંધીનગરમાં પુછપરછ કે નિવેદન લેવાઈ રહ્યા છે. રાજકોટ પોલીસ અને સરકાર રચીત સીટની તપાસમાં હજુ સુધી આવા કોઈ ઉચ્ચ અધિકારીઓનો રોલ ખુલ્યો નથી કે તેની સામે ધરપકડ સુધીના કોઈ પગલા લેવાયા નથી. જાણકારોમાં સવાલો એવા ઉઠી રહ્યા હશે કે, કોઈ રોલ ખુલ્યો નથી કે, ખોલવામાં આવ્યો નથી ? શું હવે અન્ય કોઈ ઉચ્ચ અધિકારીઓની ધરપકડ કે આવી કોઈ કાર્યવાહી થશે ? કે પછી આ તપાસ અત્યારે જેટલા પકડાયા છે ત્યાં સુધી સીમીત રહી જશે ? એ તો આવનારો સમય જ બતાવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહિલાઓની તુલનાએ પુરુષોના કદ-વજનમાં ઝડપથી વૃદ્ધિ
January 23, 2025 10:33 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
January 23, 2025 10:32 AMછેલ્લા 10 વર્ષોમાં મોંઘવારીએ લોકોના ખિસ્સા ખાલી કર્યા
January 23, 2025 10:31 AMઆવતા મહીને ટ્રમ્પ અને મોદીની મુલાકાત ગોઠવાય તેવા પ્રયાસો
January 23, 2025 10:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech