રાજકોટમાં કારનો કાચ તોડી રૂ.2.20 લાખની ચોરી

  • November 09, 2023 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તહેવારના દિવસો આવતા શહેરમાં ચોરી અને તફડંચીના બનાવો વધાવા લાગ્યા છે.ત્યારે શહેરના રામકૃષ્ણનગર પાસે કારનો કાચ તોડી તેમાં બેગમાં રાખેલ રોકડ રૂ.2 લાખ અને પર્સમાં રાખેલા રોકડ રૂ.20 હજાર મળી કુલ રૂ.2.20 લાખની રોકડની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર આ શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,અવધના ઢાળીયા પાસે ડેકોરા વેસ્ટ હિલ એપાર્ટમેન્ટમાં બ્લોક નં.ડી -401 માં રહેતા અને પર્ણકુટી પોલીસ ચોકી પાસે સંત ભોજલરામ માર્ગ પર સ્પેસ ઇન્ટીરીયર આર્કીટેકચર નામથી ઓફિસ ધરાવનાર વિરલ ચમનલાલ પટેલ(ઉ.વ 43) દ્વારા આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિરલભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજના સાડા સાતેક વાગ્યા આસપાસ તેઓ પોતાની વોલ્વો કાર નં.જી.જે 3કેસી 0214 લઇ રામકૃષ્ણનગર શેરી નં.14માં આવેલા બાર્ક એસેન્સ શો રૂમમાં વીનયર આઇટીમો ખરીદવા માટે ગયા હતાં.તે અહીં સિલેકશન કરતા હતા ત્યારે શો-રૂમના માલિક ઉત્સવભાઇએ કહ્યું હતું કે,તમારી કારના ઇન્ડીકેટર ચાલુ છે જેથી ફરિયાદીએ ચાવી આપતા રીમોટથી આ ઇન્ડીકેટર બંધ કરી ચાવી પરત આપી હતી.ફરિયાદી સિલેકશન કરી શો રૂમની બહાર નિકળતા તેમની કારનો ડ્રાઇવરની પાછળની સાઇટની કાચ તુટેલો હતો.જેથી ફરિયાદીએ લોક ખોલી અંદર જોતા કારમાં રાખેલ બેગ જોવા મળી હતી.


ફરિયાદીએ આ બેગમાં રોકડ રૂ.2 લાખ કે જે તેમને ગ્રાહકે આપેલ પેમન્ટની રકમ હોય ઉપરાંત પર્સમા રોકડ રૂ.20 હજાર રાખ્યા હતાં.આ ઉપરાંત પાર્સપોટ સહિતના જરૂરી ડોક્યુકમેન્ટ હતા.અહીં આસપાસ તપાસ કરતા થોડે દુર બેગ મળી આવી હતી.જેમાં પાર્સપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતાં.પણ રોકડ રકમ રૂ.2.20 લાખ ચોરી કરી ગયા હતાં.જેથી તેમણે આ અંગે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા કાર આસપાસ એક શખસ આંટાફેરા કરતો નજરે પડયો હતો.જે ફૂટેજના આધારે પોલીસે રોકડ રકમની ચોરી કરનાર આ શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કાર પાસે જ બેગ મળી જેમાં આઇપોડ,પાસપોર્ટ મળી આવ્યો
ચોરીની આ બનાવ અંગે ફરિયાદી વિરલભાઇએ જણાવ્યું હતું કે,કારનો કાચ તુટેલો હોય બાદમાં તપાસ કરતા અંદરથી બેગની ચોરી થયાનું માલુમ પડયું હતું.આસપાસ તપાસ કરતા નજીકમાંથી બેગ મળી આવી હતી.જેમાં રોકડ રકમની ચોરી થઇ ગઇ હતી.પણ આઇપોડ અને પાસપોર્ટ તથા જરૂરી ડોક્યુમેન્ટ જેમના તેમ મળી આવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application