કેનેડાનું નવું ઉંબાડિયું

  • January 25, 2024 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતે કેનેડાની તાજેતરની રાષ્ટ્ર્રીય ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યેા હતો એવા આક્ષેપ સાથે જસ્ટીન ટ્રુડો સરકારે વિદેશી હસ્તક્ષેપ અંગે તપાસ માટે રચાયેલા પંચના આરોપીઓની યાદીમાં ભારતનું નામ ઉમેરતા બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ બનવાની સંભાવના ઉભી થઇ છે. ભારત અને કેનેડાના સંબંધો ગયા વર્ષથી ખરાબ ચાલી રહ્યા છે.

કેનેડાની રાષ્ટ્ર્રીય ચૂંટણીઓમાં વિદેશી સત્તાઓ દ્રારા હસ્તક્ષેપ અંગે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગયા વર્ષે એક તપાસ પંચની જાહેરાત કરી હતી. તે સમયે ગુ દસ્તાવેજો મીડિયા આઉટલેટસ પર લીક થયા હતા અને દાવો કર્યેા હતો કે ચીને રાષ્ટ્ર્રપતિ શી જિનપિંગની સરકારને અનુકૂળ હોય તેવા ઉમેદવારોને સમર્થન આપીને કેનેડાની ચૂંટણીમાં દખલ કરી હતી. આ તપાસ આવતા અઠવાડિયે તેની પ્રથમ જાહેર સુનાવણી યોજાવાની છે. તપાસ કમિશનરને ૨૦૧૯ અને ૨૦૨૧ની ચૂંટણી દરમિયાન ચીન, રશિયા અને અન્ય રાય અને બિન–રાય વ્યકિતઓ દ્રારા સંભવિત દખલની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. અન્ય કોઈ દેશોનું સ્પષ્ટ્ર નામ અપાયું નથી, પરંતુ રાષ્ટ્ર્રીય–સુરક્ષા અધિકારીઓએ ભારત અને ઈરાનને વિદેશી હસ્તક્ષેપના અન્ય ટોચના ક્રોત તરીકે દર્શાવ્યા છે. કમિશને બુધવારે પુષ્ટ્રિ કરી કે ભારત સરકારની ભૂમિકા બાબતે તપાસ કરવામાં આવશે.

ટ્રુડોએ સપ્ટેમ્બરમાં યારે ભારત પર કેનેડાની ધરતી પર એક શીખ કાર્યકર્તાની હત્યાનું કાવતં કરવાનો આરોપ લગાવીને વિશ્વને ચોંકાવી દીધું હતું. માસ્ક પહેરેલા હત્પમલાખોરોએ કેનેડિયન હરદીપ સિંહ નિરની ગોળી મારીને હત્યા કરી હતી, જેને ભારત દ્રારા ખાલિસ્તાન જુંબેશને સમર્થન આપવાને કારણે આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.

આ આરોપથી કેનેડા–ભારતના સંબંધો ખરાબ થયા હતા. મોદીના વહીવટીતંત્રે દાવાને વાહિયાત અને પ્રેરિત ગણાવીને નકારી કાઢો હતો. ભારતે તે પછી કેનેડિયનો માટે અસ્થાયી પે વિઝા સ્થગિત કર્યા અને કેનેડાના બે તૃતીયાંશ રાજદ્રારીઓની પ્રતિરક્ષા રદ કરવાની ધમકી આપી, તેમને ભારત છોડવાની ફરજ પાડી. દેશો વચ્ચેની વેપાર વાટાઘાટો મહિનાઓથી સ્થગિત થયેલી છે.
વિદેશી હસ્તક્ષેપની તપાસ ભારત અને ચીન સાથેના કેનેડાના સંબંધોને વધુ વણસશે તેવી શકયતા છે. ટ્રુડો અને શી જીનપિંગ બંનેએ ગયા વર્ષે ઉભરેલા દખલગીરીના આરોપો પર એક–એક રાજદ્રારીને હાંકી કાઢા હતા.
વિદેશી હસ્તક્ષેપ અંગેની પ્રથમ સુનાવણી ગુ રાષ્ટ્ર્રીય સુરક્ષા ગુ માહિતી જાહેર કરવી કે કેમ તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેનેડિયન સિકયોરિટી ઇન્ટેલિજન્સ એજન્સીના ડાયરેકટર ડેવિડ વિોલ્ટ અને કેનેડાના પબ્લિક સેટી મિનિસ્ટર ડોમિનિક લેબ્લેન્ક અધીવકતાઓમાં સામેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application