બાબર આઝમે ઈંગ્લેન્ડ સામે રમાયેલી ચોથી T20માં 22 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 36 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. ઈંગ્લેન્ડ સામે રમાયેલી આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટને T20 ઈન્ટરનેશનલમાં 4000 રનનો આંકડો પાર કર્યો હતો. T20 ઈન્ટરનેશનલમાં આ આંકડો પાર કરનાર બાબર પાકિસ્તાનનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. હવે તે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાથી માત્ર થોડોક જ દૂર છે.
હાલમાં વિરાટ કોહલી ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. અત્યાર સુધી કોહલી એકમાત્ર એવો બેટ્સમેન હતો જેણે 4 હજાર રનનો આંકડો પાર કર્યો હતો. હવે આ યાદીમાં બાબર આઝમનો પણ સમાવેશ થઈ ગયો છે. બાબરે 4023 રન બનાવ્યા છે જ્યારે કોહલીના 4037 રન છે. આવી સ્થિતિમાં બાબર આઝમ વિરાટ કોહલીના રનથી માત્ર 14 રન જ પાછળ છે.
બાબર આઝમે પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો હતો. રોહિત શર્માએ અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલમાં 3974 રન બનાવ્યા છે. ત્યારે T20 વર્લ્ડ કપ 2024માં ત્રણેય ખેલાડીઓ વચ્ચે રસપ્રદ રેસ જોવા મળી શકે છે.
અત્યાર સુધીની બાબર આઝમ અને વિરાટ કોહલીની T20 ઈન્ટરનેશનલ કરિયર
વિરાટ કોહલીઃ
વિરાટ કોહલીએ અત્યાર સુધી 117 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે, 109 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 51.75ની એવરેજ અને 138.15ની સ્ટ્રાઇક રેટથી 4037 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 37 અડધી સદી ફટકારી છે. કોહલીએ 361 ચોગ્ગા અને 117 છગ્ગા ફટકાર્યા છે.
બાબર આઝમઃ
બાબરે અત્યાર સુધીમાં 117 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ મેચોની 112 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 41.05ની એવરેજ અને 130.15ની સ્ટ્રાઇક રેટથી 4023 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 36 અડધી સદી ફટકારી છે. બાબરે 432 ચોગ્ગા અને 69 છગ્ગા ફટકાર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેન્સરના પાંચમાંથી ત્રણ દર્દીઓ ટેસ્ટ પોઝિટિવ આવતાં જ હારી જાય છે
February 27, 2025 11:48 AMદ્વારકા નજીક ડમ્પરની હડફેટે સ્કૂટર સવાર મહિલા ઈજાગ્રસ્ત
February 27, 2025 11:47 AMખંભાળિયાના મહિલા કલાકારની ફેક આઈડીમાં વાંધાજનક વીડિયો ક્લિપ અપલોડ કરવા સબબ ફરિયાદ
February 27, 2025 11:45 AMગ્રામીણ ભારત શહેરી ભારત કરતાં શિક્ષણ પર વધુ સમય વિતાવે છે: સર્વે
February 27, 2025 11:45 AMજોખમ: માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રની એનપીએ ૫૦,૦૦૦ કરોડની સર્વેાચ્ચ સપાટીએ પહોંચી
February 27, 2025 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech