Jet Airwaysના સ્થાપક નરેશ ગોયલની ઓફિસ સહિત 7 સ્થળ પર CBIના દરોડા, 500 કરોડથી વધારેની છેતરપિંડીનો આરોપ

  • May 05, 2023 07:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેંક ફ્રોડ કેસમાં CBIએ જેટ એરવેઝ અને તેના સ્થાપક નરેશ ગોયલની ઓફિસ સહિત સાત સ્થળોએ  દરોડા પાડ્યા હતા  જેટ એરવેઝ પર કેનરા બેંક સાથે 538 કરોડની છેતરપિંડીનો આરોપ છે. સીબીઆઈના અધિકારીઓએ જણાવ્યું કે તપાસ એજન્સીએ ગોયલ, તેની પત્ની અનિતા અને એરલાઈનના પૂર્વ નિર્દેશક ગૌરાંગ આનંદ શેટ્ટીના ઘરની તપાસ કરી હતી.



સીબીઆઈના અધિકારીઓએ કહ્યું કે CBIએ કેનરા બેંકની ફરિયાદ પર 538 કરોડ રૂપિયાની કથિત બેંક છેતરપિંડીનો નવો કેસ નોંધ્યો છે. જેટ એરવેઝની હાલત અત્યારે સારી નથી. તેની ફ્લાઈટ્સ 2019થી બંધ છે. કંપની પર ઘણું દેવું છે. કંપનીને નાદાર જાહેર કરવામાં આવી હતી.



વર્ષ 2021માં જાલાન-કાલરોકના કન્સોર્ટિયમે જેટ એરવેઝનો કબજો લીધો હતો. આ પછી આ એરલાઇનને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે થઈ શક્યું નહીં. તાજેતરમાં, એરલાઈનના સીઇઓ સંજીવ કપૂરે રાજીનામું આપ્યું હતું. કપૂર ગયા વર્ષે એપ્રિલમાં કંપનીમાં જોડાયા હતા.

કપૂરના રાજીનામા પછી JKC બોર્ડના સભ્ય અંકિત જાલાને કહ્યું હતું કે, સંજીવ એપ્રિલ 2022માં કંપનીમાં જોડાયા હતા. તેમણે જેટ એરવેઝના કોમર્શિયલ ઓપરેશન લોન્ચ પ્લાનને આગળ ધપાવ્યો.

જેટ એરવેઝના ફાઉન્ડર, પૂર્વ ચેરમેન અને CEO નરેશ ગોયલના મુંબઈ સ્થિત ઘરમાં ઓક્ટોબર 2020માં EDએ દરોડા પાડ્યા હતા. આ પહેલા સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પણ મની લોન્ડરિંગનો એક નવો કેસ નોંધ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application