રાજકોટના રહીશ હિતેશભાઈ પ્રભુદાસ લોઢિયા તેની સામે નોંધાયેલા સી.જી. એસ.ટી.એકટની કલમ ૧૩૨(૧)(બી) અને ૧૩૨(૧)(સી),૧૩૨(૧)(આઈ), ૧૩૨(૫) કે જે સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વીસ ટેક્સ એકટ ૨૦૧૭ની કલમ અન્વયે રાજકોટ ઓફીસથી આ ગુનો નોંધાયેલ.જેમાં આરોપી તરફે ઉપરોક્ત વ્યકિત સંડોવાયેલ છે.આ આરોપીએ રાજકોટ એડી.સેશન્સ જજ રાજકોટ સમલ સી.આર.પી.સી.કલમ ૪૩૯ મુજબ જામીન ઉપર મુક્ત થવા માંગણી કરેલ.જે માંગણી રાજકોટ એડી.સેશન્સ જજ જે.ડી.સુથાર સાહેબશ્રીએ તા.૨૦/૧૨/૨૦૨૩ના રોજ રદ કરેલ છે.જે કેસની હકીકત નીચે મુજબ છે.
આ કામના આરોપી પ્રોપરાઈટર મેસર્સ આસ્થા ટ્રેડીંગ કંપની ધરાવે છે.ખાતા તરફથી માહિતી મળતા સર્ચ લેવામાં આવેલી અને ઉપરોકત કાયદાની કલમ ૭૦ અન્વયે આરોપીનું નિવેદન લેવાયેલ એટલે કે આરોપી હકીકતમાં માલની ડીલેવરી એટલે કે માલની સોંપણી કર્યા વિના ઈનવોઈસ તૈયાર કરેલ અને ગેરકાયદેસર રીતે ટેકસનો ગેરકાયદેસર લાભ મેળવેલ અને ખોટા બીલો બનાવીને કમિશન પેટે ૧ કિલો સોનાના ૨૫ થી ૩૦ હજાર મેળવતા હતા તેથી તા.૧૨/૧૦/૨૦૨૩ના આરોપીની ઉપરોક્ત કાયદાની કલમ ૧૩૨ મુજબ ધરપકડ કરી કસ્ટડી સંભાળેલ આ ગુનામાં પાંચ વર્ષ સુધીની જેલ તથા દંડની જોગવાઈ છે. આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે જે કાંઈ નિવેદનો નોંધવામાં આવેલા તે દબાણમાં લાવી નોંધવામાં આવેલ છે.તેવી રજૂઆત હતી.આરોપીની ધરપકડ બાદ રાજકોટની ચીક અદાલત સમક્ષ રજુ કરેલ તે સમયે જામીન અરજી મુકેલ રદ થયેલ તેથી તે હુકમથી નારાજ થઈ આરોપીએ રાજકોટની એડી.સેશન્સ જજ સાહેબશ્રી જે.ડી.સુથાર સાહેબશ્રી સમક્ષ મુકેલી આ અરજીની સુનાવણી દરમિયાન આરોપીની દલીલ અદાલતે માન્ય રાખેલ નથી.
આ કામમાં સી.જી. એસ.ટી. ડિપાર્ટમેન્ટ લેખિત તથા મૌખિક દલીલ સ્પે.પી.પી.શ્રી હર્ષિદાબેન ડી.જોશીએ કરેલ અને આરોપીના કબુલાત ભર્યા નિવેદનો તથા આ ગુનામાં રૂ.૪૪ કરોડનું કોડ થયો હોય જે હકીકત ધ્યાનમાં લઈ તથા ડિપાર્ટમેન્ટનો કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની જરૂરિયાત હોવાથી તેમજ વિશેષ તપાસમાં આરોપી તરફે દખલગીરી થાય અને તપાસમાં અવરોધ થાય તેવા સંજોગો બાનમાં લઈ તથા સાક્ષી પુરાવા સાથે ચેડા થાય તેવા સંજોગો હોવાથી તેમજ વિશેષમાં અદાલતે માનેલ કે જો જામીન ઉપર મક્ત કરવામાં આવે તો તપાસમાં આરોપી દખલગીરી કરે તેવા સંજોગો છે તેમજ બીજી કંપનીમાં પણ આરોપી સંડોવાયેલ છે અને સંકળાયેલ છે તેમજ આ કામમાં જે સજાની જોગવાઈ છે તે બાને લેતા સેન્ટ્રલ એકસાઈઝ તથા સી.જી. એસ.ટી. ડિપાર્ટમેન્ટ તરફથી પેનલશ્રી હર્ષિદાબેન જોશીની દલીલો ધ્યાનમાં લઈ ન્યાયિક નિર્ણય અદાલતે જામીન રદ કરવાનો નિર્ણય શ્રી એડી.સેશન્સ જજ શ્રી જે.ડી.સુથારે લીધેલ છે અને આરોપીની જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએસ્સાર ગ્રુપના મોભી શશીકાંત રૂઇયાનું દુ:ખદ નિધન
November 26, 2024 12:33 PMરાજકોટમાં રોગચાળો વકર્યો : તાવ, શરદી, ઉધરસ અને ડેન્ગ્યુના કેસ વધુ નોંધાયા
November 26, 2024 12:09 PMરોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગર દ્વારા મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો : નિષ્ણાંત તબીબોએ સેવા આપી
November 26, 2024 12:06 PMસૈનિક સ્કૂલ બાલાચડી ૧૯૭૪ પાસ આઉટ બેચની મુલાકાત પોતાની ભુતપૂર્વ શાળા સૈનિક શાળા બાલાચડી ખાતે
November 26, 2024 12:05 PMરાહ જોઈને ઉભેલા પીઆઈ પાદરિયા સરધારા પર તૂટી જ પડયા
November 26, 2024 12:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech