બેખૌફ બુટલેગરે સાસુને ચેલેન્જ આપીને સાળી તથા સાઢુના ઘરે જઈ કર્યેા હુમલો

  • September 05, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ રાજકોટના કુખ્યાત બુટલેગર હર્ષદ માણેકલાલ મહાજન ઉર્ફે હર્ષદ મહાજને રિસામણે ગયેલી પત્ની સાથે ફોનમાં વાત કરવા બાબતે સાસુને ગાળો આપી હવે તારી બીજી પુત્રી અને જમાઈના ઘરે જઈને માર મારીશની ચેલેન્જ આપી સાળી તથા સાઢુ પર ઘરે જઈ હત્પમલો કર્યાનો ગુનો હર્ષદ તેના પુત્ર તથા બે અજાણ્યા શખસો સામે ભકિતનગર પોલીસ મથકે નોંધાયો છે.
બુટલેગર હર્ષદની પત્ની મેઘા અણબનાવ થતાં ચાર દિવસથી ૧૫૦ ફટ રિંગરોડપર અલકનંદા સોસાયટીમાં રહેતા માતા સરોજબેનને ત્યાં ચાલી ગઈ હતી પત્ની સાથે ફોનમાં માથાકૂટ અને પત્ની ફોન રિસિવ કરતી ન હોવાથી હર્ષદે વૃધ્ધ સાસુ સરોજબેનને ફોન કરીને ધમકી આપી હતી અને ચેલેન્જ આપી કે હવે જો તારી બીજી પુત્રી રૂપલ અને તેના પતિની શું દશા કરું રાત્રીના જ હર્ષદ તથા તેનો પુત્ર આશિષ અન્ય બે શખસો સાથે આનંદનગર કોલોનીમાં રહેતા સાળી રૂપલ જયેન્દ્રભાઈ તન્નાને ત્યાં ધસી ગયો હતો.
હર્ષદ તેના પુત્ર આશીષ અને સાથે રહેલા બે શખસોએ મળી મારકૂટ કરી હતી. ઈંટના છૂટા ઘા કર્યા હતા. સાળી તથા સાઢુ બન્ને પર હત્પમલો કર્યેા હતો. ત્યારબાદ ત્યાંથી ધમકી આપીને નાસી ગયા હતા.
ભકિતનગર પોલીસ મથક નજીક આવેલી અનાંદનગર કોલોનીમાં બેખૌફ બુટલેગર હર્ષદે મારામારી કરી હતી. વૃધ્ધાએ જમાઈ હર્ષદ સામે યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ બાદ સાળી રૂપલે પણ હર્ષદ તેના પુત્ર સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતા હવે શહેરના બે–બે પોલીસ મથકની પોલીસ હર્ષદને શોધવામાં લાગી છે. હર્ષદ સામે અગાઉ પણ દારૂના, મારામારીના અનેક કેસ નોંધાઈ ચૂકયા છે. પાસામાં પણ જઈ આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application