એક માસ પૂર્વે રૂખડિયાપરામાં રહેતા ફરીદાબેન જુસબભાઇ શેખના ઘરે ધસી જઈ મારી નાખવાની ધમકી આપી મકાન પર સોડા બોટલના ઘા કરી ધમાલ મચાવવાના ગુનામાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી માજિદ ભાણુ આણી ટોળકીની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી પ્ર.નગર પોલીસના બે જવાનોને તમે પોલીસ હોય તો શું થયું અમે આ વિસ્તારના ડોન છીએ, તમારે અહીં નહીં આવવાનું કહી બે પોલીસમેન પર પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરી હતી. બાદમાં પ્ર.નગર પોલીસે ફરજમાં રૂકાવટના ગુનામાં 10 જેટલા આરોપીને પકડી લીધા હતા ત્યારે એસઓજીની ટીમે ગત રવિવારે ફરાર માજિદ રફિક ભાણુને પકડી તેના વિસ્તારમાં સરઘસ કાઢી હાથ જોડાવી લોકોની માફી મગાવી હતી. પોલીસની તપાસમાં નામચીન માજિદ ભાણુ ગુજસીટોક, ફરજમાં રૂકાવટ, મારામારી સહિત 11 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું બહાર આવ્યું હતું.
બાદમાં માજિદ ભાણુ અને ઇસોબા દલએ ભિસ્તીવાડ વિસ્તારમાં ખડકી દીધેલા ગેરકાયદે મકાન અંગે મનપા અને પીજીવીસીએલ તંત્ર સાથે સંકલન કરીને બાંધકામ તોડી પાડવા કાગળો તૈયાર કર્યા હતાં. બાદમાં ગઈકાલે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના નેતૃત્વના ડીસીપી ઝોન-2 જગદીશ બંગરવા, એસીપી રાધિકા ભારાઈ, એસઓજી પીઆઈ એસ એમ જાડેજા, પીઆઈ એન વી હરિયાણી, પ્ર.નગર પીઆઈ વી આર વસાવા સહિતના અધિકારીઓ આરએમસીના બુલડોઝર સાથે ભીસ્તીવાડ પાસેના રૂખડિયાપરામાં દોડી ગયા હતા અને માજિદને સાથે રાખી તેની નજર સામે તેના મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ પર હુમલાના ગુનામાં ફરાર નામચીન ઇસોબા રીઝવાન દલની છ ઓરડી તોડી પડાઇ હતી. દરમિયાન આજરોજ પોલીસ દ્વાર માદક પદાર્થની હેરફેરના એકથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલી સુધા ધામાલીયાના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફરી વળશે તેવું જાણવા મળ્યું છે.
યુની.પોલીસે નામચીન રાજા પઠાણની બે ઓરડી તોડી પાડી
યુનિવર્સિટી પોલીસના પીઆઈ એચ એન પટેલ, પીએસઆઈ વી જી ડોડીયાની ટીમે નાણાવટી ચોક પાસેના આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતો નામચીન અફઝલ ઉર્ફે રાજા બાબાખાન પઠાણની બે ઓરડીઓ મ પર બુલડોઝર ફેરવી દીધું હતું.યુનિવર્સિટી પોલીસ દ્વારા 24 ગુનેગારોના ગેરકાયદેસર વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા છે અને તેના ઘેરથી વીજ મીટરો દૂર કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech