લખનઉમાં ગેરકાયદેસર રીતે બનેલી ચાર માળની મસ્જિદ, મદરેસા અને મંદિર પર ફર્યું બુલડોઝર

  • June 19, 2024 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોડી રાત્રે યુપીની રાજધાની લખનઉના અકબર નગરમાં ગેરકાયદેસર રીતે બનેલી મસ્જિદ, મદરેસા અને મંદિરને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં બે મસ્જિદ અને એક મદરેસાનો સમાવેશ થાય છે. અગાઉ પણ મંદિર સામે કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટીતંત્રે મોડી રાત્રે બુલડોઝર વડે મસ્જિદ અને મદરેસાને જમીનદોસ્ત કરી દીધા હતા. મેટ્રોપોલિટન વિસ્તારના દરેક ખૂણે ચેક પોસ્ટ લગાવવામાં આવી હતી અને જ્યાંથી કોઈપણ વ્યક્તિ અકબરનગર જઈ શકે તે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.


વહીવટીતંત્રનું કહેવું છે કે કુકરેલ નદીની જમીન પર ગેરકાયદે બાંધકામો પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં 1169 ગેરકાયદેસર રીતે બનેલા મકાનો અને 101 કોમર્શિયલ ઈમારતો તોડી પાડવામાં આવી છે. અકબરનગરમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. અતિક્રમણ હટાવવાની ઝુંબેશ ડિસેમ્બર 2023થી શરૂ થઈ હતી. આ ઝુંબેશમાં લગભગ 24.5 એકર જમીન પર બનેલા 1800થી વધુ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે.


સરકારની સૂચનાથી સર્વે દરમિયાન નદીની જમીન પર મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામો થયા હોવાનું સામે આવ્યું હતું. યોગી સરકાર હવે આ વિસ્તારને ઈકો-ટૂરિઝમનું હબ બનાવશે. લખનઉ પ્રાણી સંગ્રહાલયને તે જ જગ્યાએ સ્થાનાંતરિત કરવાની યોજના છે. કુકરેલ નદીના પુનરુત્થાન માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી છે. આ પછી સીએમના પ્રયાસોની અસર અહીં જોવા મળી રહી છે. કોર્ટે પણ યોગી સરકારની કાર્યવાહીને યોગ્ય ગણાવી છે.


ગત રાત્રે કાર્યવાહી દરમિયાન બાદશાહ નગરથી અકબર નગર સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. પીએસી હેડક્વાર્ટરથી શરૂ થતા ફ્લાયઓવર પર પણ પોલીસનો બંદોબસ્ત હતો. આ પછી બીજા ફ્લાયઓવર પર પણ પોલીસ તૈનાત રહી. અકબરનગરથી પોલીટેકનીક જતા ચોકમાં પોલીસ અધિકારીઓ પણ હાજર હતા.


કુલ 7 સ્થળોએ બેરીકેટ લગાવીને પોલીસ સજ્જ દેખાઈ હતી. પોલીસે તમામ માર્ગો બંધ કરી દીધા હતા જ્યાંથી કોઈપણ બેફામ તત્વો તોડી પાડવાના સ્થળે પહોંચી શકે છે. આ દરમિયાન ડ્રોન કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. જેથી જો કોઈ ફ્લાયઓવર પર હાજર હોય તો તેને સરળતાથી જોઈ શકાય. આ દરમિયાન જ્યાં મોડી રાત્રે કાર્યવાહી થઈ રહી હતી ત્યાં મીડિયાને પણ જવા દેવામાં આવ્યું ન હતું. આ સિવાય ફોટોગ્રાફ્સ લેવા પર પણ પ્રતિબંધ હતો.


આજે દસમા દિવસે અકબરનગરમાં બનેલી મસ્જિદ અને મદરેસા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કુકરેલ નદીને અડીને આવેલી સરકારી જમીન પર અકબરનગર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હતું. જેના કારણે સરકારે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. જેથી નદીને સુંદર બનાવી શકાય. કુકરેલ નદી પર બનાવવામાં આવનાર રિવર ફ્રન્ટ સીએમ યોગી આદિત્યનાથનો ડ્રીમ પ્રોજેક્ટ છે.


સુપ્રીમ કોર્ટના આદેશ પર કાર્યવાહી કરવામાં આવી છે


લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટીના વીસી ઈન્દ્રમણિ ત્રિપાઠીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સતત કાર્યવાહી ચાલી રહી છે. દરેકને અન્ય જગ્યાએ વિસ્થાપિત કરવામાં આવ્યા હતા કે  જ્યાં વીજળી અને પાણીની વ્યવસ્થા પૂર્ણ છે. યોગી સરકારે 10 કિલોમીટર દૂર બસંત કુંજના અકબરનગરમાં રહેતા પરિવારોને ઘર આપ્યા છે પરંતુ અહીંના લોકોએ કહ્યું કે અહીં રહેવા માટે યોગ્ય વ્યવસ્થા નથી અને શાળા સહિત ખાવા માટે કંઈ નથી અને વીજળીની પણ સમસ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application