બોટાદ, ખંભાળિયા અને વેરાવળમાં નવી મેડિકલ કોલેજની મંજૂરીની પ્રક્રિયાને બ્રેક

  • October 09, 2023 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયમાં બોટાદ, જામખંભાળિયા અને વેરાવળમાં ત્રણ નવી મેડિકલ કોલેજો ખોલવાની જાહેરાત કરી છે. પરંતુ સરકાર દ્રારા આ મેડિકલ કોલેજો માટે અરજી કરવામાં આવે તે પહેલાં જ કેન્દ્ર સરકાર દ્રારા નવી મેડિકલ કોલેજ શ કરવા માટેના નિયમો બદલી નાંખવામાં આવ્યા છે.નવા નિયમો પ્રમાણે હવે ૫૦ બેઠકની મેડિકલ કોલેજો માટે ૨૨૦ બેડ, ૧૦૦ બેઠકો માટે ૪૧૫ બેડ અને ૧૫૦ બેઠકો માટે ૬૨૦ બેડ ધરાવતી હોસ્પિટલ ફરજિયાત કરી છે. નવા નિયમો પ્રમાણે ત્રણ પૈકી એક પણ મેડિકલ કોલેજ માટે અરજી કરી શકે તેવી સ્થિતિમા નથી.સામાન્ય રીતે મેડિકલ કોલેજ શ કરવા માટે નિર્ધારિત ૩૦૦ બેડની સિવિલ હોસ્પિટલ જરી હોય છે.હવે તેમા બદલાવ લાવવમા આવયો છે.


હવે આગામી દિવસોમાં બોટાદ, જામખંભાળિયા અને વેરાવળ ત્રણે જગ્યા નવી મેડિકલ કોલેજો શ કરવાની જાહેરાત કરાઇ છે. આ તમામ જગ્યાએ ૩૦૦ બેડની હોસ્પિટલ છે તેવું સર્ટિફિકેટ સરકાર દ્રારા અપાય તે પહેલાં જ કેન્દ્ર સરકાર દ્રારા મેડિકલ કોલેજો શ કરવાના નિયમોમાં ફેરફાર કરી દીધો હતો. મેડિકલના સૂત્રો કહે છે કે હવે ૫૦ બેઠકોની નવી મેડિકલ નિયમ પ્રમાણે આટલા બેડ ધરાવે છે તે પ્રકારનું સર્ટિફિકેટ રાય સરકારે અને સંબંધિત સત્તાધીશોએ આપવું તેવું નક્કી કરાયું છે.

આમ, નવા નિયમ પ્રમાણે હવે ત્રણ મેડિકલ કોલેજો શ કરવા માટે બેડ ધરાવતાં સિવિલ હોસ્પિટલ જરી છે. સૂત્રો કહે છે ભૂતકાળમાં આ પ્રકારની બાંહેધરી માંગવામાં આવતી નહોતી. હવે લેખિતમાં આ પ્રકારની બાંહેધરી માંગવાના કારણે આગામી દિવસોમાં એકપણ મેડિકલ કોલેજ માટે અરજી થઇ થઇ શકશે નહીં. સૂત્રો કહે છે આગામી દિવસોમા વધુ છ મેડિકલ કોલેજોની જાહેરાત કરવામાં આવનાર છે. આ તમામ સર્ટિફેકેટ મેળવવામાં મુશ્કેલીમાં મૂકાશે. બેઠકોની મેડિકલ કોલેજ માટે ૪૧૫ બેડની હોસ્પિટલ અને ૧૫૦ બેઠક માટે ૬૨૦ બેડની હોસ્પિટલ હોવી જરી છે. એટલું જ નહીં જે તે રાયમાં આવેલી સિવિલ હોસ્પિટલ હોવી જરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application