ક્ષેત્રીનો પંચિંગબેગ ઉપર ૫૫.૧૫ કલાક બોકિંસગનો વલ્ર્ડ રેકોર્ડ

  • January 12, 2024 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ દુનિયા એવા અનોખા લોકોથી ભરેલી છે જે તેમના પરાક્રમથી સૌને આશ્ચર્યમાં મૂકી દે..મહારાષ્ટ્ર્રના પુણેના ૪૨ વર્ષીય સોફટવેર એન્જિનિયર સિદ્ધત્પ ક્ષેત્રીએ પંચિંગ બેગ પર સૌથી વધુ સમય બોકિંસગ કરવાનો વલ્ર્ડ રેકોર્ડ બનાવ્યો છે. અનેક તાઈકવોન્ડો ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા સિદ્ધત્પએ ૫૫ કલાક અને ૧૫ મિનિટ સુધી બોકિંસગ કરીને ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.

રેકોર્ડ બનાવ્યા બાદ સિદ્ધત્પએ કહ્યું કે, મને મારા દેશ માટે યોગદાન આપવામાં રસ છે, તેથી વલ્ર્ડ રેકોર્ડ માટે પ્રયાસ કર્યેા. ગિનિસ બુક અનુસાર વલ્ર્ડ રેકોર્ડ તોડવો એ સિદ્ધત્પની સહનશકિતની કઠિન કસોટી હતી કારણ કે તેમાં બે સેકન્ડમાં ઓછામાં ઓછા એક વખત પંચિંગ બેગને પચં કરી હાથને પાછા મૂળ સ્થિતિમાં લાવવાના હતા આ પ્રયાસ દરમિયાન વ્યકિતને એક કલાકમાં માત્ર પાંચ મિનિટનો બ્રેક મળે છે. આ દરમિયાન સિદ્ધત્પ ખાઈ પી શકતા હતા.

સિદ્ધત્પએ જણાવ્યું કે લગભગ ૨૦ કલાકમાં તેમને દુખાવો થવા લાગ્યો, પરંતુ તેમનું ધ્યાન માત્ર લય પ્રા કરવા પર હતું. તેણે પોતાની જાતને ભાવનાત્મક રીતે મજબૂત રાખીને પીડા સહન કરી. તેના માટે સૌથી મુશ્કેલ તબક્કો ૩૦ કલાક પછી આવ્યો યારે તે ઐંઘ લીધા વિના સતત બોકિંસગ કરી રહ્યા હતા. સિદ્ધત્પએ આ રેકોર્ડ બનાવવા માટે ઘણી મહેનત કરી હતી. તેણે છ મહિના સુધી દરરોજ આઠ કલાક બોકિંસગની તાલીમ લીધી.

મહત્વનું છે કે આ અગાઉ ૨૦૧૩માં સિદ્ધત્પએ ત્રણ મિનિટમાં એક પગ સાથે માર્શલ આર્ટની સૌથી વધુ કિક મારીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આ ઉપરાંત ૨૦૧૧ માં તેણે એક પગ વડે એક મિનિટમાં સૌથી વધુ માર્શલ આર્ટ કિક આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application