આજકાલ મોટાભાગના લોકો કયાંક ફરવા માટે ઓલા–ઉબેરનો ઉપયોગ કરીને તેમની રાઈડ બુક કરાવે છે. આવો જ એક કિસ્સો દિલ્હીમાં સામે આવ્યો છે. અહીં એક વ્યકિતએ ઉબેરથી ૬૨ પિયામાં ઓટો રાઈડ બુક કરાવી હતી, પરંતુ જયારે પેમેન્ટ કરવાનો સમય આવ્યો ત્યારે બિલ જોઈને તે વ્યકિત ચોંકી ગયો કારણકે તેણે આ નાની રાઈડ માટે ૭,૬૬,૮૩,૭૬૨ કરોડ પિયાનું બિલ આવ્યું હતું.
ઉબેર ઈન્ડિયા દ્રારા દીપકને મોકલવામાં આવેલા રૂ.૭,૬૬,૮૩,૭૬૨ના બિલમાં રાહ જોવાનો સમય અને અન્ય વિગતોનો પણ સમાવેશ થાય છે. બિલમાં ટિ્રપનું ભાડું ૧,૬૭,૭૪,૬૪૭ પિયા વસૂલવામાં આવ્યું છે, યારે વેઇટિંગ ટાઈમ એટલે કે રાહ જોવાનો સમય ૫,૯૯,૦૯,૧૮૯ રૂપિયા વસૂલવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે કંપનીએ ગ્રાહકને ૭૫ પિયાનું પ્રમોશનલ ડિસ્કાઉન્ટ આપીને ઉદારતા દર્શાવી છે.દિલ્હીના દીપક તૈંગુરિયાએ શુક્રવારે ઉબેર ઇન્ડિયાથી ઓટો રાઇડ બુક કરાવી હતી. તેનું ભાડું લગભગ ૬૨ રૂપિયા હતું.
રાઈડ પછી, યારે દીપક તેના લોકેશન પર પહોંચ્યો અને મોબાઈલ એપ પર તપાસ કરી તો તેણે આ નાની રાઈડ માટે ૭,૬૬,૮૩,૭૬૨ કરોડ પિયાનું બિલ જોયું. આ સમય સુધી ડ્રાઈવરે રાઈડ કેન્સલ કરી ન હતી. આ ઘટના દીપકના મિત્ર આશિષ મિશ્રાએ એકસ પર શેર કરી હતી અને એક વીડિયો કિલપમાં બંને બિલ પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આશિષે પોતાની પોસ્ટમાં કટાક્ષ કરતા લખ્યું કે વહેલી સવારે ઉબેર ઈન્ડિયાએ દીપક ટેંગુરિયાને એટલા અમીર બનાવી દીધા કે તે ઉબેર ફ્રેન્ચાઈઝી લેવાનું વિચારી રહ્યો છે. વીડિયોમાં આશિષ કહેતો જોવા મળે છે, ભાઈ કયાંથી મંગળ પરથી આવો છો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં મોરબી રોડ પર હિટ એન્ડ રન: ૬૫ વર્ષીય વૃદ્ધાનું મોત
December 24, 2024 11:18 AMદર ચાર રોકાણકારોમાંથી એક મહિલા વિશ્વ માં બચત મામલે ભારત ચોથા ક્રમે
December 24, 2024 11:16 AMધાર્મિક બાબતોનો કોઈપણ નિર્ણય ધર્માચાર્ય લેશે, આરએસએસ નહીં
December 24, 2024 11:13 AMસ્પામ કોલ રોકવામાં નિષ્ફળ ટેલિકોમ કંપનીઓને ૧૨ કરોડનો દડં ફટકારાયો
December 24, 2024 11:12 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech