સ્પામ કોલ રોકવામાં નિષ્ફળ ટેલિકોમ કંપનીઓને ૧૨ કરોડનો દડં ફટકારાયો

  • December 24, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈએ જિઓ, એરટેલ, વીઆઈ,બીએએનએલ સહિતની કંપનીઓ પર સ્પામ કોલ રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ૧૨ કરોડ પિયાનો દડં ફટકાર્યેા છે. અગાઉના દડં સાથે કુલ રકમ ૧૪૧ કરોડ પિયા પર પહોંચી ગઈ છે.
સ્પામ કોલ રોકવામાં નિષ્ફળ રહેલી ટેલિકોમ કંપનીઓને દડં ફટકારવામાં આવ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ દેશની ચારેય મુખ્ય કંપનીઓ જિઓ, એરટેલ, વીઆઈ,બીએએનએલ તેમજ કેટલીક નાની કંપનીઓ પર દડં ફટકાર્યેા છે. એક અહેવાલ મુજબ આ વખતે કંપનીઓ પર ૧૨ કરોડ પિયાનો દડં ફટકારવામાં આવ્યો છે. જો અગાઉ લગાવવામાં આવેલ દંડની રકમનો પણ સમાવેશ કરવામાં આવે તો કુલ રકમ ૧૪૧ કરોડ પિયા થાય છે. ટ્રાઈએ આ દડં ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન્સ હેઠળ લગાવ્યો છે.

કંપનીઓએ તેમના બચાવમાં શું કહ્યું?

કંપનીઓનું કહેવું છે કે આ બધા કામ માટે તેઓ એકલા જવાબદાર નથી. તાજેતરની મીટિંગમાં ટેલિકોમ કંપનીઓએ માંગ કરી હતી કે ઓવર–ધ–ટોપ પ્લેટફોર્મની સાથે વોટસ એપ, બેંકો, નાણાકીય સંસ્થાઓ અને ટેલીમાર્કેટર્સ વગેરેને પણ સ્પામ કોલ માટે જવાબદાર ઠેરવવા જોઈએ. ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે જો આ પ્લેટફોર્મને નિયમોની બહાર રાખવામાં આવે તો સ્પામ અને સ્કેમ કોલ રોકી શકાય નહીં કારણ કે કાયદામાં તેનો કોઈ ઉલ્લેખ નથી.મીટિંગ દરમિયાન, કંપનીઓએ કહ્યું કે તેઓએ સ્પામ કોલ્સને રોકવા માટે ઘણા પ્રયત્નો અને રોકાણ કર્યા છે. તેથી, કેટલીક અન્ય કંપનીઓ અને ટેલિમાર્કેટર્સની ભૂલોને કારણે, તેમને દડં ન થવો જોઈએ. આ દલીલ સાથે કંપનીઓએ હજુ સુધી દડં ભર્યેા નથી. ટ્રાઈએ ટેલિકોમ્યુનિકેશન વિભાગને એક પત્ર લખ્યો છે કે આ કંપનીઓની બેંક ગેરંટી કે જે દડં ભરવામાં નિષ્ફળ રહી છે તે જ કરવાની કાર્યવાહી કરવી જોઈએ. જો કે હજુ સુધી વિભાગ દ્રારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તે પણ હકીકત છે. નોંધનીય છે કે કંપનીઓ સરકાર પાસે બેંક ગેરંટી સ્વપે મોટી રકમ જમા કરાવે છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application