ભારતમાં જીડીપી બચત દર ૩૦.૨ ટકા છે, જે વૈશ્વિક સરેરાશ ૨૮.૨ ટકા કરતા વધારે છે. બચતના મામલામાં ભારત વિશ્વના દેશોમાં ચોથા ક્રમે છે. ભારતીય પરિવારોની બચતમાં ચોખ્ખી નાણાકીય બચતનો હિસ્સો વધી રહ્યો છે, નાણાકીય બચતમાં બેંક ડિપોઝિટ અને ચલણનો હિસ્સો પણ ઘટી રહ્યો છે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર અને રોકાણના નવા વિકલ્પો ઝડપથી ઉભરી રહ્યા છે. ભારતમાં વધુને વધુ લોકોને બેંકિંગ સહિતની નાણાકીય સુવિધાઓ સાથે જોડવામાં મોટો સુધારો થયો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના એક રિસર્ચ રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ઉદાહરણ તરીકે, ૨૦૧૪માં પરિવારોની કુલ બચતમાં નાણાકીય બચતનો હિસ્સો (દા.ત. શેર, ડિબેન્ચર) ૩૬ ટકા હતો, જે ૨૦૨૪માં વધીને ૫૨ ટકા થવાની ધારણા છે. જોકે, ૨૦૨૨–૨૩માં તેમાં થોડો ઘટાડો થયો હતો.
૨૦૨૧થી દર વર્ષે સરેરાશ ૩ કરોડ ડીમેટ ખાતા ખોલવામાં આવી રહ્યા છે. આમાં, ૩૦ વર્ષથી ઓછી ઉંમરના યુવા રોકાણકારોનો હિસ્સો ૪૦ ટકા છે. આજે દર ચાર રોકાણકારોમાંથી એક મહિલા છે. મહારાષ્ટ્ર્રમાં ૨૭.૭ ટકા રોકાણકારો અને દિલ્હીમાં ૨૯.૮ ટકા રોકાણકારો મહિલાઓ છે. વધુમાં, શેરો અને ડિબેન્ચરમાં પરિવારોનું રોકાણ ૨૦૧૪માં જીડીપીના ૦.૨ ટકાથી વધીને ૨૦૨૪માં ૧ ટકા થયું છે.
ચીનમાં ૪૬.૬ ટકા, ઇન્ડોનેશિયામાં ૩૮.૧ ટકા, રશિયામાં ૩૧.૭% ટકા, ભારતમાં ૩૦.૨%, બ્રાઝિલમાં ૧૮.૫ ટકા, અમેરિકામાં ૧૮.૧ ટકા અને બ્રિટનમાં ૧૭.૪ ટકા બચત દર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech