ઠેબા પાસે આઇઓસીના એરીયામાં બોમ્બ મળતા દોડધામ : મોકડ્રીલ

  • August 19, 2023 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક ઠેબા પાસે આવેલી ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઇન નજીકના એરીયામાં એક શંકાસ્પદ બોકસમાં ટાઇમર બોમ્બ હોવાનો મેસેજ મળતા જુદી જુદી ટુકડીઓમાં ભારે દોડધમ મચી ગઇ હતી, તાકીદે કંપનીના અધિકારીઓ, પોલીસ ટુકડી, ફાયર બ્રિગેડ, બોમ્બ-ડોગ સ્કવોડ, એલસીબી, એસઓજી, પંચકોશી સહિતનો કાફલો દોડી ગયો હતો, તુરંત વિસ્તાર કોર્ડન કરી બોમ્બ સ્કવોડે તાકીદે બોકસને ખોલી ડીફયુઝ કર્યો હતો, બનાવના પગલે ૧૦૮ની ટીમ પણ દોડી ગઇ હતી, દરમ્યાન સમગ્ર કવાયત અંગે ચિફ ઓપરેશન મેનેજર લલીતકુમાર દ્વારા માહિતી આપવામાં આવી હતી અને કવાયતને મોકડ્રીલ જાહેર કરી આથી હાજર લોકોએ રાહતનો દમ લીધો હતો, વધુમાં જણાવ્યુ હતું કે કોઇપણ અઘટીત ઘટના ઘટે તો તાકીદે પરિસ્થીતીને પહોચી વળવા સફળતાપુર્વકની કામગીરી પાર પાડવાની અગમચેતીના ભાગરુપે કવાયત કરવામાં આવતી હોય છે. અહીંથી અનેક વિસ્તારમાં પાઇપલાઇન મારફતે ઓઇલ રીફર થાય છે કંપની દ્વારા વર્ષમાં ચાર વખત મોકડ્રીલ યોજવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application