બોલીવુડના કલાકાર દિનેશ લાંબાએ કર્યું મતદાન...

  • May 09, 2024 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળ જામનગર તાલુકાના જાંબુડા ગામના વતની અને બોલીવુડના કલાકાર એવા દિનેશ લાંબા એ મતદાન માટે ખાસ મુંબઈથી આવીને જાંબુડા ખાતેના તેના વતનના ગામે જઈ મતદાન કરીને મતદાનની જાગૃતિ દાખવી હતી. દિનેશ લાંબાએ મુંબઈની રંગભૂમિ પર સંખ્યાબંધ નાટકોમાં તેમજ ડઝન બંધ હિન્દી ફિલ્મો ઉપરાંત તામિલ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં મળી કુલ ૯૪ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે તેઓએ વ્યસ્તતા છતાં વતનમાં પહોંચીને મતદાન કરી મતદાનની જાગૃતિનું  ઉદાહરણ પૂરું પાડ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News