જસદણ તાલુકાના વીંછિયામાં આજે પારિવારિક ઝઘડામાં પ્રૌઢની તેના પત્ની અને પુત્રએ ઢોર માર મારી હત્યા કર્યાની ઘટના બહાર આવતા પોલીસ દોડી ગઈ હતી. મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.પ્રા વિગતો મુજબ વીંછિયા ગામે રહેતા ગાંડુભાઈ સવજીભાઈ રાજપરા ઉ.વ.૬૮ આજે તેની વાડીએથી ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી. વૃધ્ધના શરીરે નિશાનો જોવા મળ્યા હતા. પ્રારંભીક તબક્કે વૃધ્ધનું આકસ્મિક રીતે મૃત્યુ નીપજયાનું પરિવારજનો દ્રારા ગ્રામજનોને જણાવાયું હતું. બનાવ સંદર્ભે વીંછિયા પોલીસ પણ દોડી આવી હતી. વૃધ્ધના શરીરે ચાંભા જેવા નિશાન હોવાથી માર મારવાથી મૃત્યુ થયું હોવાની આશંકા મૃતકના ભત્રીજાએ વ્યકત કરી હતી. સાથે એવો પણ આક્ષેપ કર્યેા હતો કે, ગાંડુભાઈના પત્ની કંકુબેન અને તેના પુત્રએ મળી મૃત્યુ નીપજાવ્યું હોય તેવી શંકા છે. પોલીસે મૃતકના શરીરે કોઈએવી બાહ્ય કે લોહી નીકળ્યું હોય તેવી ગંભીર ઈજાના નિશાન ન હોવાથી અને ભત્રીજાએ કરેલા આક્ષેપ આધારે મૃતકનું મોત આકસ્મિક જે કે હત્યા તે જાણવા માટે લાશને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુતિનનું મોટું નિવેદન, કહ્યું- યુક્રેન પર સમજૂતી કરવા તૈયાર છે રશિયા, ટ્રમ્પને ફોન પર આપી માહિતી
December 20, 2024 08:47 AMજયપુરમાં CNG ટેન્કરમાં વિસ્ફોટ: 5 જીવતા ભુંજાયા, 30થી વધુ લોકો દાઝ્યા, 20 વાહનો ખાખ
December 20, 2024 08:36 AMધક્કામુક્કી કાંડ મામલે રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી? ભાજપે અનેક કલમો હેઠળ નોંધાવી ફરિયાદ
December 19, 2024 10:53 PMસૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવનો કહેર, પવનની દિશા બદલાશે, ઠંડીનો પારો ગગડશે
December 19, 2024 10:45 PMઅમદાવાદ: દાદાગીરીનો વિડિયો વાયરલ, પોલીસની કાર્યવાહી, બે કર્મચારી સસ્પેન્ડ
December 19, 2024 09:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech