'કમલમ'ને ઘેરાવના ક્ષત્રિય સમાજના એલાનને પગલે ગાંધીનગરમાં નાકાબંધી: સજડ બંદોબસ્ત

  • April 09, 2024 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કરણી સેનાના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ રાજ શેખાવત આજે બપોરે ગાંધીનગર કમલમ નો ઘેરાવ કરવાની ચીમકી આપતા રાયના ગૃહ વિભાગ દ્રારા પોલીસને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે અને મોડી રાત્રે રાજ શેખાવતની અટકાયત ના આદેશ કરવામાં આવ્યા છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને રાજ શેખાવત અને અમદાવાદમાં રહેતા તેના ટેકેદારોની અટકાયત કરવા સૂચના આપવામાં આવી છે સાથે અન્ય જિલ્લ ાઓમાંથી આવી રહેલા ટેકદારોને સ્થાનિક કક્ષાએ અટકાવવા અને નજરકેદ કરવા તાકીદ કરવામા આવી છે.

કરણી સેનાના અગ્રણી રાજ શેખાવત મંગળવારે ગાંધીનગર કમલમપર કેસરિયો ઝંડો અને દંડા સાથે સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિયોને પહોંચવા આદેશ કરતા મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવા ની ધમકી આપી હતી જેના પગલે રાય સરકારે તાકીદની ગૃહ વિભાગની બેઠક બોલાવી હતી જેને લઈને કમલમ ખાતે એક પણ વિરોધી ન પહોંચે તે માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના નિવાસ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી જેમાં એકશન પ્લાન આખરી કરાયો હતો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને રાજ શેખાવત તેમજ અમદાવાદમાં રહેતા તેના અન્ય સમર્થકોને ગઈકાલે મોડી રાત્રે જ અટકાયત કરવાના આદેશ કરવામાં આવ્યા હતા સાથે સાથે અન્ય જિલ્લ ામાંથી કે અનેક લોકો કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા આવી શકે તેમ હોવાથી જિલ્લ ા પોલીસને સૂચના આપવામાં આવી છે કે ગાંધીનગર આવતા ક્ષત્રિય સ્થાનિક આગેવાનો સામે કાર્યવાહી કરીને અટકાયત કે ઘરમાં જ નજરકેદ રાખવામાં આવે. એટલું જ નહીં જિલ્લ ામાંથી પસાર થતા હાઇવે પર નજર રાખીને ગાંધીનગર જતા ક્ષત્રિય લોકો પર નજર રાખવા જર પડે કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ ગાંધીનગર પોલીસને ચ–૦ થી કોબા તરફ ના હાઇવે પર સધન બંદોબસ્ત ગોઠવવાની સાથે કમલમ અને તેની આસપાસના વિસ્તારમાં વધારાની પોલીસ ફોર્સ મૂકી દેવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application