પાકિસ્તાનના ક્વેટા જતી જાફર એક્સપ્રેસમાં બ્લાસ્ટ, 2ના થયાં મોત

  • February 16, 2023 06:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાનથી એક દર્દનાક અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. ગુરુવારે અહીંથી ક્વેટા જતી જાફર એક્સપ્રેસમાં બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે મુસાફરોના મોત થયા છે અને અન્ય ચાર ઘાયલ થયા છે. ક્વેટા જતી જાફર એક્સપ્રેસ જ્યારે ચિચવત્ની રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. જાફર એક્સપ્રેસ પેશાવરથી આવી રહી હતી.

એઆરવાય ન્યૂઝ અનુસાર, વિસ્ફોટ જાફર એક્સપ્રેસના ઇકોનોમી ક્લાસની બોગી નંબર 6માં થયો હતો. જેના પરિણામે બે લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા હતા. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટનું સ્વરૂપ હજુ જાણી શકાયું નથી. વિસ્ફોટ કેવી રીતે થયો અને કોણે કર્યો તેની તપાસ ચાલી રહી છે.


એક મહિનામાં આ બીજી ઘટના
એક મહિનામાં આ બીજી ઘટના છે જ્યારે ક્વેટા જતી જાફર એક્સપ્રેસને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો છે. આ પહેલા 30 જાન્યુઆરીએ બલૂચિસ્તાનના કચ્છી જિલ્લામાં માચ વિસ્તાર પાસે જાફર એક્સપ્રેસમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા આઠ મુસાફરો ઘાયલ થયા હતા. જેમાંથી બે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ટ્રેનની બે બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application