કેન્દ્ર સરકાર રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગેાને સુરક્ષિત બનાવવા માટે ઝડપથી કામ કરી રહી છે. આ સંબંધમાં હવે બ્લેક સ્પોટસને સુધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. તેના પર સરકાર ૪૦ હજાર કરોડ પિયા ખર્ચી રહી છે.
ખામીયુકત ડીટેઇલ પ્રોજેકટના કારણે હાઈવેની ડિઝાઈનમાં ખામીઓ જોવા મળી રહી છે. માર્ગ સલામતીનાં પગલાંની અવગણનાને કારણે હાઇવે પર બ્લેક સ્પોટ બને છે. જેના કારણે માર્ગ અકસ્માતો થઈ રહ્યા છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા વર્ષેામાં દેશભરના રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગેા પર કુલ ૧૩,૭૯૫ બ્લેક સ્પોટની ઓળખ કરવામાં આવી છે. નવેમ્બર ૨૦૨૪ સુધીમાં ૯,૫૨૫ બ્લેક સ્પોટ પર ટૂંકા ગાળાના સુધારાત્મતક પગલાં પૂર્ણ કરવામાં આવ્યા છે. ૪,૭૭૭ બ્લેક સ્પોટ પર લાંબા ગાળાના સુરક્ષા પગલાં લાગુ કરવામાં આવ્યા છે. મંત્રાલયના અધિકારીએ કહ્યું કે સરકારે આ યોજના માટે ૪૦,૦૦૦ કરોડ પિયા ફાળવ્યા છે. વધુમાં, રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગેાને સુરક્ષિત બનાવવા માટે રોડ પ્રોજેકટના ડિઝાઇન, બાંધકામ, પૂર્વ–ઉદઘાટન તબક્કા તેમજ નિયમિત માર્ગ સુરક્ષા ઓડિટ માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
રસ્તાઓ પર બ્લેક સ્પોટસનો અર્થ એ છે કે યાં વારંવાર અકસ્માતો થાય છે. ત્રણ વર્ષમાં ૫૦૦ મીટરની ત્રિયામાં પાંચ કે તેથી વધુ ગંભીર માર્ગ અકસ્માતો અથવા ૧૦ કે તેથી વધુ લોકોના મૃત્યુ થાય તો રસ્તાને બ્લેક સ્પોટ ગણવામાં આવે છે. બ્લેક સ્પોટની ઓળખ કર્યા બાદ અકસ્માતના કારણો જાણવા મળે છે.
મંત્રાલયે ડીપીઆર તૈયાર કરતી ખાનગી સલાહકાર કંપની અને બાંધકામ કંપનીનું રેટિંગ મેળવવાનો નિર્ણય કર્યેા છે. અધિકારીએ કહ્યં કે આ કામ થર્ડ પાર્ટી કરશે. આમાં ખોટી ડીપીઆર બનાવવા બદલ કન્સલ્ટન્ટ કંપનીને દડં અને બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ હશે. યારે બાંધકામ સામગ્રીની ચકાસણી, નમૂનાના આધારે ગુણવત્તાની ચકાસણી, ગુણવત્તા વગેરે અંગે કન્સેશન એગ્રીમેન્ટની જોગવાઈઓની અવગણના કરવા બદલ બાંધકામ કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PM'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMજયપુર આગ: 30 લોકો હજુ પણ ICUમાં, 9 વેન્ટિલેટર પર
December 22, 2024 02:39 PMહળવદ તાલુકાના સુખપર પાસે માટીની આડમાં ટેલરમાં લઈ જવાતો બીયરનો જથ્થો ઝડપાયો
December 22, 2024 02:37 PMસોમનાથ બાયપાસ સર્કલ અને શિવ પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગ
December 22, 2024 02:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech