રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રભરમાંથી એટીએમ સેન્ટરે એટીએમ કાર્ડ બદલી છેરપિંડી કરનાર બિહારી બેલડીને ભકિતનગર પોલીસ મથકના સ્ટાફે ઝડપી લીધી હતી.પોલીસે આ બેલડી પાસેથી અલગ–અલગ બેંકના ૧૯ એટીએમ કાર્ડ રોકડ સહિત કુલ .૬૦ હજારનો મુદામાલ કબજે કર્યેા હતો.આ બેલડીની કબુલાત પરથી રાજકોટમાં થયેલી એક છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકલયો છે.
જાણવા મળતી વિગતો મુજબ,ચાર માસ પહેલાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં રૈયારોડ પર સોમનાથ –૩ માં રહેતાં નીતેશભાઇ કરમશીભાઇ નકુમ (ઉ.વ.૪૦) એ ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ જોડિયાની એસ.બી.આઇ. બેંકમાં એકાઉન્ટ ધરાવે છે. ગઇ તા.૧૧ ના બપોરના બારેક વાગ્યાની આસપાસ તેનુ એ.ટી.એમ.કાર્ડની વેલીડીટી પુરી થઇ જતા નવું કાર્ડ આવી ગયેલ અને તેનો પીન જનરેટ કરવાનો હોય જેથી ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે શ્રી ત્રીમુર્તી બાલાજી મંદીરની બાજુમાં એસ.બી.આઇ.બેંકની બાજુમાં આવેલ એસ.બી.આઇ. એ.ટી.એમ.ની અંદર કાર્ડનું પીન જનરેટ કરવા ગયેલ હતાં. ત્યાં કુલ ચાર મશીન હોય જેમાં લોકો પિયા ઉપાડવાનું તથા જમા કરાવાનુ કામ થતું હતું.
તેઓ મશીનમાં પીન જનરેટ કરવા ગયેલ ત્યારે પાછળથી બે વ્યકિત આવેલ અને એક વ્યકતિએ હિંદી ભાષામાં કહેલ કે, લાવો ઝડપથી તમારો પીન જનરેટ કરી આપુ, આમ કહી આ બંને શખસોએ એમટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું.જેનો ખ્યાલ આવતા ફરિયાદી બેંકમાં જઈ વાત કરતા બેંકના કર્મચારીઓએ ફોર્મ ભરીને બેંક ખાતું બ્લોક કરે તે પહેલાં જ તેમના ખાતામાંથી . ૧૦,૦૦૦ ના ચાર ટ્રાન્ઝેકશન થઇ ગયેલ અને તે મળી કુલ . ૪૦,૦૦૦ ઉપડી ગયા હતાં. અને જે રકમ બાજુના એ.ટી.એમ. મશીનમાંથી જ ઉપાડેલ હોય તેવુ એન્ટ્રીમાં લખાઇને આવેલ હતું. જેથી બે અજાણ્યાં શખ્સોએ તેમને વિશ્વાસમાં લઈ એટીએમ કાર્ડ બદલી .૪૦ હજારની છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવી હતી.
દરમિયાન ભકિતનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ એમ.એન.વસાવા અને ટીમ બે અથવા બેથી વધુ ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપી ચેક કરવાની કામગીરીમાં તેમજ તાજેતરમાં અલગ–અલગ જીલ્લામાં એ.ટી.એમ. કાર્ડ બદલી એ.ટી.એમ.માંથી પીયા ઉપાડી લઇ છેતરપિંડીના બનાવ બનતા હોય જે અંતર્ગત અગાઉ ભકિતનગર પોલીસ મથકમાં છેતરપિંડીમાં પકડાયેલ આરોપી ઉપર ટેકનીકલ સોર્સથી સતત વોચમાં હોય અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયેલ હોય જેથી આગાઉ પકડાયેલ અવનીશકુમારસિંહ શિવબાલકસિંહ સિંઘ (ઉ.વ.૨૪), રાકેશ સુખદેવ સાહ (ઉ.વ ૩૨),( રહે. બંને મુળ ચાંદ પરસા, ભગવતીયા પોસ્ટ કેશરીયા થાના, ચંપારણા (બિહાર) ) ને ઝડપી લીધા હતાં. પોલીસે તેની પાસેથી અલગ– અલગ બેન્કના ૧૯ એ.ટી.એમ કાર્ડ, મોબાઇલ ૨ અને રોકડ . ૪૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો.
આરોપીઓની પૂછપરછમાં રાજકોટ, ગોડલ, મોરબી, ગાંધીધામ, ભુજ સહિતના શહેરોમાં એ.ટી.એમ સેન્ટરમાં રકમ ઉપાડવા આવતા લોકો પાસેથી રકમ ઉપાડવા મદદ કરવાનું કહી એ.ટી.એમ. કાર્ડ બદલી લઇ પીન મેળવી બાદ વ્યકિતને રકમ ઉપડતી નથી કહીં બાદમાં એ.ટી.એમ. કાર્ડમાંથી રકમ ઉપાડી લઇ છેતરપીંડી કર્યાની કબુલાત આપી હતી. બંને આરોપીઓ સામે રાજકોટના ભકિતનગર અને એ ડિવિઝનમાં મળી છેતરપિંડીના સાત ગુના નોંધાઇ ચૂકયા છે.
આરોપીએ કરેલી છેતરપિંડીની કબૂલાત
બિહારી બેલડીની પોલીસે સઘન પુછતાછ કરતા તેણે પાંચ ગુનાની કબુલાત આપી હતી.જેમાં ૧૫૦ ફુટ રીંગ રોડ ટેલીફોન એકસચેન્જ પાસે આવેલ એસ.બી.આઇ.બેંક ના એ.ટી.એમ.માંથી એ.ટી.એમ કાર્ડ બદલાવી ા.૪૦ હજાર ઉપાડી છેતરપીંડી કરી હતી.ગોંડલ ગુંદાળા દરવાજા પાસે આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ.માંથી એ.ટી.એમ. કાર્ડ બદલાવી . ૪૮૦૦ ઉપાડી છેતરપીંડી કરી હતી.મોરબી બસ સ્ટેન્ડની બાજુમાં એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ.માંથી એ.ટી.એમ. કાર્ડ બદલાવી .૨૭ હજાર ઉપાડી છેતરપીડી કરી હતી.ગાંધીધામ બેંક સર્કલ પાસે એસ.બી.આઇ.બેંકના એ.ટી.એમ.માંથી એ.ટી.એમ. કાર્ડ બદલાવી . ૨૪૫૦૦ ઉપાડી લીધા હતાં.ભુજ બસ સ્ટેન્ડ પાસે બેંક ઓફ બરોડા બેંકના એ.ટી.એમ.માંથી એ.ટી.એમ. કાર્ડ બદલાવી . ૨૦ હજાર તફડાવી લીધા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech