બિહાર: 11 દિવસમાં પાંચમો પુલ ધરાશાયી

  • June 29, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિહારમાં પુલ ધરાશાયી થવાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. બિહારમાં છેલ્લા 11 દિવસમાં હવે પાંચમો બ્રિજ ધરાશાયી થયો છે. બિહારના મધુબનીમાં બની રહેલો 77 મીટર લાંબા બ્રિજનો ભાગ શુક્રવારે નદીમાં ખાબક્યો. ઝંઝારપુરમાં બની રહેલો 77 મીટર લાંબા બ્રિજના બે પિલર વચ્ચે આવેલો 77 મીટર લાંબો ગર્ડરનો ભાગ ધરાશાયી થયો. એટલું જ નહીં, સમગ્ર ઘટનાને છૂપાવવા હાજર ઇજનેરોએ ધરાશાયી થયેલા ભાગને કાળા પ્લાસ્ટિકથી ઢાંકી દીધો. જેથી કોઈને પુલ ધરાશાયી થયાની કોઈ જાણ ન થાય. જો કે આ ઘટનામાં કોઈના ઘાયલ થયાના કોઈ અહેવાલ નથી.
રાશાયી થયેલા પુલ માટે સરકારે 3 કરોડ રૂપિયા મંજૂર કયર્િ હતા. મધુબનીના આ પુલનું નિમર્ણિ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બિહાર સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા થઈ રહ્યું હતું. ત્યારે 3 કરોડ રૂપિયાનો ખર્ચ પાણીમાં જતાં બિહારમાં સ્થાનિક ક્ષેત્રે ફેલાયેલા વ્યાપક ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે. નોંધનીય છે કે બિહારમાં છેલ્લા 11 દિવસમાં પુલ ધરાશાયી થવાની આ પાંચમી ઘટના છે. આ પછી પોલીસ બાંધકામમાં બેદરકારી અને ભ્રષ્ટાચારને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે. જણાવી દઈએ કે 18 જૂનના રોજ આ વિસ્તારમાં 12 કરોડ રૂપિયાના ખર્ચે બકરા નદી પર બનેલો પુલ ધરાશાયી થઈ ગયો હતો. આ પછી 22 જૂને સિવાનમાં ગંડક નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. કહેવાય છે કે આ પુલ લગભગ 40-45 વર્ષ જુનો હતો. આ પછી, 23 જૂનના રોજ, પૂર્વ ચંપારણમાં લગભગ 1.5 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો પુલ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News