શ્રી મોટી હવેલીનાં ચિ.પૂ.શ્યામારાજા બેટીજીના શુભવિવાહ પ્રસ્તાવનો ત્રિ-દિવસીય મહોત્સવનો આજથી પ્રારંભ

  • December 05, 2023 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે તા.૬ના રોજ સાંજે ૭ વાગ્યે શુભવિવાહ અને રાત્રે ૮ વાગ્યે મહાપ્રસાદનો કાર્યક્રમ: પૂ.હરીરાયજી, વલ્લભરાયજી, રસાદ્રાયજી અને પ્રેમાદ્રારાયજી સહિતના મહાનુભાવો તેમજ બહારગામથી આચાર્યો અને મહાનુભાવો હાજર રહેશે

જામનગરની શ્રી મોટી હવેલીનાં ગાદીપતિ પૂ.પા.ગો.શ્રી ૧૦૮શ્રી હરિરાયજી મહારાજનાં આત્મજ પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદયનાં આત્મજ ચિ. ગો. શ્યામારાજા બેટીજીનાં શુભ વિવાહ પ્રસ્તાવનો ઉત્સવ કારતક વદ આઠમ, નોમ અને દસમનાં તા. પ, ૬ અને ૭ ડિસેમ્બરનાં મ્યુનિ. કોર્પોરેશન મેદાન, શ્રીજી હોલ પાછળ, મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ રોડ, જામનગરમાં નિર્ધારીત કરવામાં આવેલ છે.
કારતક વદ આઠમ, નોમ અને દસમનાં યોજાનાર ત્રિ-દિવસીય મહોત્સવનો આવતીકાલથી આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્સવનાં સ્થળમાં  તા.પ-૧રના નિશ્ચય તાંબુલ (બડી સગાઈ), તા.૬-૧રનાં બપોરે વૃદ્ધિની સભા તથા સાંજે શુભ વિવાહ અને તા.૭-૧રનાં બડી પઠોની (વિદાઈ) સહિતનાં કાર્યક્રમ યોજાશે. બેટીજીના શુભવિવાહ પ્રસ્તાવનાં પગલે વેવાઈ પક્ષનું પણ શહેરમાં આગમન થઈ ચૂક્યું છે અને ત્રિ-દિવસીય ઉત્સવને પગલે બહારગામથી વૈષ્ણવોનું પણ મોટા પ્રમાણમાં આગમન થઈ રહ્યું છે. ઉપરોક્ત તસ્વીરમાં શુભવિવાહ સ્થળની તૈયારીઓની તસ્વીર દૃશ્યમાન થાય છે.
ગઇકાલે સાંજે દાંડીયા રાસનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઇ-બહેનો જોડાયા હતાં. જામનગરમાં હરખની હેલી ઉમટી પડી છે ત્યારે શુભવિવાહના પ્રસ્તાવના ઉપલક્ષમાં શ્રી મહાપ્રભુજીના નિધી એવમ ગદાધરદાસજીના સેવ્ય શ્રી મદનમોહન પ્રભુજીના વિવિધ મનોરથના દર્શનનો અલૌકીક લાભ પ્રાપ્ત થશે, આજે તા.૫ના રોજ નિશ્ર્ચય તાંબુલ (બડી સગાઇ), આવતીકાલ બુધવાર તા.૬ના રોજ બપોરે ૧૨ વાગ્યે વૃઘ્ધીની સભા અને સાંજે ૭ વાગ્યે શુભવિવાહનો કાર્યક્રમ યોજાયો છે જયારે તા.૭ના ગુ‚વારે બડીપઠ્ઠોની (વિદાઇ) બપોરે ૧૨ વાગ્યે થશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઇ પાબારી, શુભવિવાહ પ્રસ્તાવ સમિતિના પ્રમુખ જીતુભાઇ લાલ સહિતના અગ્રણીઓ સતત જહેમત ઉઠાવી રહ્યા છે. બહારગામથી વૈષ્ણવોનું આગમન થઇ ચૂકયું છે, મોટી હવેલીમાં દર્શન કરીને સીધા શુભવિવાહના કાર્યક્રમમાં જોડાઇ રહ્યા છે ત્યારે ચિ.ગો.શ્રી શ્યામારાજા બેટીજીના શુભવિવાહ પ્રસ્તાવમાં ધામધૂમથી જોડાવવા તેમજ મહાપ્રસાદનો લાભ લેવા શુભવિવાહ પ્રસ્તાવ સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application