બધા અમેરિકનોને બૂસ્ટર ડોઝ લઇ લેવા બાઈડેનની તાકીદ

  • August 21, 2023 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુએસ પ્રમુખ જો બાઈડેન તમામ અમેરિકનોને કોવિડ–૧૯ બૂસ્ટર ડોઝ લેવા માટે આગ્રહ કરવાની યોજના બનાવી છે, જેથી કોવિડ ચેપના નવા મોજાનો સામનો કરી શકાય, એમ વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું. મોર્ડનાએ ગુવારે જણાવ્યું હતું કે પ્રારંભિક ડેટા દર્શાવે છે કે તેની અપડેટ કરેલી કોવિડ રસી માનવોમાં એરીસ અને ફોર્નેકસ સબવેરિયન્ટસ સામે અસરકારક છે.

યુનાઇટેડ સ્ટેટસ અને યુરોપમાં આરોગ્ય નિયમનકારોની મંજૂરી બાકી છે, કંપનીઓ પાનખર રસીકરણ સિઝન માટે આગામી અઠવાડિયામાં અપડેટ કરાયેલા શોટસ ઉપલબ્ધ થવાની અપેક્ષા રાખે છે. રેસ્પિરેટરી સિન્સીટીયલ વાયરસનો ઉલ્લેખ કરતા અધિકારીએ જણાવ્યું હતું કે, અમે તમામ અમેરિકનોને ફલૂ શોટ અને આરએસવી શોટસ ઉપરાંત તે બૂસ્ટર મેળવવા માટે પ્રોત્સાહિત કરીશું, અગાઉ ૧૭ ઓગસ્ટના રોજ, યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એ જાહેરાત કરી હતી કે તેઓ કોવિડ–૧૯ વાયરસના નવા ઓળખાયેલા વેરીયન્ટને ટ્રેક કરી રહ્યા છે. આ વેરીયન્ટને બીએ ૨.૮૬ તરીકે ઓળખવામાં આવ્યો છે અને યુનાઇટેડ સ્ટેટસ, ડેનમાર્ક અને ઇઝરાયેલમાં તેની ઓળખ કરવામાં આવી છે.
દરમિયાન, વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ એકસ પરની એક પોસ્ટમાં બીએ ૨.૮૬ની પણ ચર્ચા કરી હતી, જેમાં આ વૈરસે વારંવાર બદલેલા પને કારણે તેને મોનિટરિંગ હેઠળના વેરીયન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યોછે. ડબ્લ્યુએચઓએ અહેવાલ આપ્યો છે કે અત્યાર સુધી મર્યાદિત સંખ્યામાં દેશોમાં આ વેરિઅન્ટના માત્ર થોડા જ સિકવન્સની ઓળખ કરવામાં આવી છે. તે પણ હાલમાં તેઓ ચિના ત્રણ પ્રકારો અને મોનિટરિંગ હેઠળ સાત પ્રકારોનું નિરીક્ષણ કરી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application