ભૂતેશ્વર ગામના યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો

  • January 31, 2024 07:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભૂતેશ્વર ગામે બજરંગદાસ બાપાની પુણ્યતિથિના દિવસે થયેલી માથાકૂટનું સમાધાન કરવા બોલાવી યુવાન પર ત્રણ શખ્સોએ લાકડી અને પાઇપ વડે હુમલો કરાયો હતો. યુવાન અને તેના બે મિત્રોને ગામમાં આવેલા મહાદેવના મંદિર પાસે બોલાવી ગાળો આપી મારી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાનને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટના મામલે ઘોઘા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.


આ બનાવ અંગે ઘોઘા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ઘોઘા પોલીસ મથક ખાતે વિશાલભાઇ દિપકભાઇ કંટારીયા (ઉ.વ.૨૪, રહે.ભુતેશ્ચર ગામ નવાપરા વિસ્તાર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, પોતે ભાવનગર વૃદાવન જેમ્સમાં હિરાની ઓફિસમા નોકરી કરે છે. અને તા-૨૯/૦૧/૨૦૨૪ ના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના સમયે ભૂતેશ્વર ગામમા બજરંગદાસ બાપાની મઢી પાસે બજરંગદાસ બાપાની તીથી હોય અને ત્યાં પ્રસાદ લેવા માટે નાનાભાઈ વિમલ તથા મિત્ર અક્ષયભાઈ અરવિંદભાઇ કંટારીયાએ બંન્ને જતા હતા. ત્યારે તેઓના જ ગામના નિલેષભાઇ લક્ષ્મણભાઈ પરમારની સાથે એકબીજાની સામે જોવા બાબતે અને કતરાવા બાબતે ગાળાગાળી થયેલ હતી. પરંતુ તે વેળાએ ગામના અન્ય માણસો આવી જતા સમાધાન થઇ ગયેલ હતુ. જ્યારે રાત્રીના નવેક વાગ્યાના સમયે વિશાલભાઈ તથા તેનો મિત્ર કરણભાઇ મગનભાઇ ચૌહાણએ  ઘરની બહાર ઓટલે બેઠા હતા. તે વખતે મિત્ર અક્ષયભાઈ અરવિંદભાઇ કંટારીયા ઘરની પાસેથી ઝડપથી મોટર સાયકલ લઇને નીકળેલ જેથી સાથે બેઠેલા કરણભાઇએ અક્ષયભાઇને ફોન કરેલ કે શુ થયેલ છે. તો તેને કહેલ તેઓને જે ઝગડો થયેલ તેમા સામાવાળાઓએ સમાધાન માટે બોલાવેલ છે. તેથી વિશાલભાઈ અને કરણ ગામના ભુતનાથ મહાદેવના મંદીર પાસે રાત્રેના સાડા નવેક વાગ્યે ગયેલ તો ત્યાં આજ ગામના કરણભાઇ ધારાભાઇ પરમારના હાથમા લાકડાનો ધોકો હતો. અને પાર્થભાઈ પરમારના હાથમા લોખંડનો પાઇપ હતો. અને નિલેશભાઇ લક્ષ્મણભાઈ ભરવાડએ અક્ષયભાઇ સાથે બોલાચાલી કરી ગાળો આપતા હતા. જેથી વિશાલ તથા કરણ બંન્ને જણા અહી સમાધાન કરવા ભેગા થયેલ છીએ જેથી ગાળો ન બોલતા તેમ સમજાવવા લાગેલા તે વખતે ત્રણેય જણા ઉશ્કેરાઇ ગયેલા અને પાર્થે લોખંડનો પાઇપ ફરિયાદીને માથના ભાગે મારેલ તથા કરણે તેના હાથમાંની લાકડી મિત્ર અક્ષયને વાસના ભાગે તથા જમણા હાથના કાંડાના ભાગે મારી દીધેલ અને આ વખતે નિલેષભાઇ ગાળો બોલતા બોલતા કહેતો હતો કે આજે જાનથી મારી નાખવા છે. તેમ ધમકી આપતો હતો. અને આ વખતે મારા માથા માથી લોહી નીકળવા લાગતા આ ત્રણેય જણા ગાળો બોલતા બોલતા જતા રહેલ હતા. આ વખતે  રાહુલભાઇ મકવાણા આવી ગયેલ અને તેને ૧૦૮ બોલાવી મને પ્રથમ ઘોઘા સરકારી દવાખાને લઇ ગયેલા અને ત્યાંથી પ્રાથમીક સારવાર અર્થે ભાવનગર સરકારી દવાખાને સારવારમાં લાવેલા અને જેતે વખતે અમારે સમાધાનની વાતચીત ચાલતી હોય ફરીયાદ લખાવેલ નહી અને બાદમાં સમાધાન નહી થતા અને તબીયત ખરાબ થઈ જતા સારવાર અહીં દાખલ થયેલ હોય અને મારામારીમાં ઇજા થયા અંગે ઘોઘા પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application