મહાપાલિકામાં કોન્ટ્રાકટ બેઝના ૨૫૦ કર્મચારીના પગારના ધાંધિયાથી દેકારો

  • August 22, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકામાં અંદાજે કુલ ૨૫૦થી વધુ કોન્ટ્રાકટ બેઝના કોમ્પ્યુટર ઓપરેટર્સ તેમજ પ્યુન સ્ટાફ વિગેરે ફરજ બજાવે છે. દરમિયાન મેન પાવર સપ્લાય કરતી કોન્ટ્રાકટર એજન્સી દ્રારા કર્મચારીઓને સમયસર પગાર ચૂકવાતો ન હોય ભારે દેકારો બોલી ગયો છે.
મહાપાલિકાની વિવિધ ૪૦ શાખાઓમાં ફરજ બજાવતા ૨૫૦થી કર્મચારીઓને સામાન્ય રીતે તા.૧થી ૫ સુધીમાં પગાર ચુકવવાનો હોય છે. પરંતુ વર્તમાન એજન્સી દ્રારા પગાર કરવાની કોઇ ચોક્કસ નિશ્ચિત તારીખ નિશ્ચિત ન હોય તા.૧થી તા.૨૦ સુધીમાં ગમે તે તારીખએ પગાર કરાતો હોય કર્મચારીઓમાં ભારે દેકારો બોલી ગયો છે. એક મહિને પાંચ તારીખે પગાર કરાય તો બીજા મહિને ૧૦ તારીખે અને ત્રીજા મહિને ૧૫ તારીખએ પગાર કરાય છે તેવી વ્યાપક ફરિયાદો ઉઠી છે. તદઉપરાંત આજ દિવસ સુધી એરિયર્સનું ચુકવણું પણ કયુ નથી તેમજ જુનાં બોનસની રકમ પણ આપશું–આપશું તેમ કરીને લટકતી રાખી છે અને આજ દિવસ સુધી ચુકવી નથી. પટાવાળા તરીકે ફરજ બજાવતા હોય તેવા અમુક શિક્ષિત બેરોજગાર યુવાનોનો પગાર તો આજે તા.૨૨મી સુધી નહીં કરતા હવે શું બે મહિનાનો પગાર એક સાથે કરાશે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
આગામી દિવસોમાં આ મામલે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક સહિતના પદાધિકારીઓ તેમજ મ્યુનિ.કમિશનર, ડેપ્યુટી કમિશનર તેમજ મહેકમ શાખા અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવા હિલચાલ શ થઇ હોવાનું જાણવા મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application