ચાઈનીઝ ફૂડના શોખીનો માટે ચેતવા જેવી ખબર છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં વેચાતા ચાઈનીઝ ફૂડમાં વાસી મંચુરિયન પીરસવામાં આવી રહ્યા છે, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા રેસ્ટોરન્ટમાં ચાઈનીઝ ફૂડનું ચેકિંગ કરવામાં આવતા તેમાં 21 કિલો વાસી મંચુરિયનનો જથ્થો મળ્યો હતો જેનો સ્થળ ઉપર જ નાશ કરીને નોટિસફટકારવામાં આવી હતી તેમજ સેમ્પલ લઇને ફૂડ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ડેઝીગ્નેટેડ સિનિયર ફૂડ સેફટી ઓફિસર ડો.હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રેડ એપલ ગાર્ડન રેસ્ટોરેન્ટ, પંચેશ્વર પાર્ક-8, નવો 150 રિંગ રોડ-2, નંદનવન રેસ્ટોની બાજુમાં, રાજકોટની તપાસ કરતાં સ્ટોરેજ રૂમમાં સંગ્રહ કરેલ ખાદ્યચીજો પૈકી એક્સપાયરી ડેટ વીતેલ ચીઝ 6 કિલો તથા વાસી આખાધ્ય મંચુરિયન 8 કિગ્રા મળીને કુલ 14 કિલો જથ્થો સ્થળ પર નાશ કરેલ તેમજ યોગ્ય સ્ટોરેજ, હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન આર.આર. ફૂડ પોઈન્ટ, કુવાડવા રોડ, ડી-માર્ટની બાજુમાં, રાજકોટની તપાસ કરતાં સ્ટોરેજ રૂમમાં સંગ્રહ કરેલ વાસી આખાધ્ય મંચુરિયનના 7 કિલો જથ્થાનો સ્થળ પર નાશ કરેલ તેમજ યોગ્ય સ્ટોરેજ, હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત રીલાયન્સ કોલ્ડ્રિંક્સ, 40 ફૂટ રોડ, પ્રજાપતિ સોસાયટી રોડ, શિવધામ કોર્નર, રાજકોટની તપાસ કરતાં પેઢીને હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. રેલનગર વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech