દૂધસાગર રોડ પર એકટીવામાંથી ૧૫ હજાર રોકડની તફડંચી કરનાર બેલડી ઝડપાઇ

  • October 19, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના અંબિકા ટાઉનશીપ પાસે સીતાજી ટાઉનશિપમાં રહેતો યુવાન દૂધસાગર રોડ પર પાનની દુકાને એક્ટિવા પાર્ક કરી મિત્ર સાથે ચા પીવા ગયો હતો.દરમિયાન 15 મિનિટમાં કોઈ શખસે એકટીવાની ડેકી તોડી તેમાંથી રોકડ રૂપિયા 15,000 ની ચોરી કરી લીધી હતી. જે અંગે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી કુબલીયાપરા અને શિવાજીનગરમાં રહેતા શખસને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રકમ કબજે કરી હતી.
સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે અંબિકા ટાઉનશીપ નજીક સીતાજી ટાઉનશીપ વીંગ બી ક્વાર્ટર નંબર 301 માં રહેતા રાકેશ ગણેશભાઈ યાદવ(ઉ.વ 30) નામના યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 15/10 ના તે તથા તેનો મિત્ર હરેશ રૈયાણી બંને કુવાડવા રોડ કાર જોવા ગયા હતા. બાદમાં રાત્રિના પરત ફરતા હતા ત્યારે ચુનારવાડ ચોક પાસે ટ્રાફિક વધુ હોય જેથી તેઓ નવ વાગ્યા આસપાસ પોતાનું એકટીવા અહીં દૂધસાગર રોડ પર જય અંબે પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાન પાસે રાખી તે અહીં ચાની હોટલે ચા પીવા માટે ગયા હતા.
15 મિનિટ બાદ બંને પરત આવતા માલુમ પડ્યું હતું કે કોઈ શખસે એકટીવાની ડેકી તોડી તેમાંથી રોકડ રૂપિયા 15000 ચોરી કરી ગયો હતો.
આ અંગે થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ સી.વી.ચુડાસમા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી.દરમિયાન કોન્સ. કિરણભાઇ પરમાર,રવિભાઇ ગઢવી તથા પ્રકાશભાઇ ચાવડાને મળેલી બાતમીના આધારે આ ચોરીમાં અહીં ટ્રેકટર ચોક પાસ સુલભ શૌચાલય નજીકથી બે શખસોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતાં.પોલીસે તેમની પુછતાછ કરતા તેમના નામ રોહિત નરશીભાઇ માત્રાણીયા(ઉ.વ 19 રહે. શિવાજીનગર શેરી નં.10 દુધસાગર રોડ) અને ભાવિક રમેશભાઇ સોલંકી(ઉ.વ 19 રહે. કુલબીયાપરા શેરી નં.10) હોવાનું માલુમ પડયું હતું.પોલીસની પુછપરછમાં તેમણે આ ચોરી કબુલી હતી.પોલીસે આરોપી પાસેથી રૂ.15 હજારની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News