યુવતી પર હોટલમાં દુષ્કર્મ આચરી છરી ઝીંકી દેવાના ગુનામાં ફરાર બેલડી ઝબ્બે

  • August 23, 2023 05:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુવતી સાથે મિત્રતા કેળવી તેને હોટલમાં લઇ જઇ તેના પર દુષ્કર્મ આચરી તેને છરી ઝીંકી દેવાના ગુનામાં બે માસના નાસતા ફરતા બે આરોપીને પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રાજકોટમાં યુવતી સાથે મિત્રતા કરી લ કરવાનું કહી અવાર–નવાર હવસનો શિકાર બનાવી બાદમાં ગઈ તા.૧૩ માર્ચના યુવતીને હોટલમાં લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ આચરી છરી વડે હત્પમલો કરી ઈજા કરવા અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં પોણા બે માસથી નાસતા ફરતા આરોપી વારીસ ઉર્ફે લાલો રઝાકભાઈ માલવીયા (ઉ.વ.૩૦) (રહે શ્રીજી કોમ્પલેક્ષ, બાપા સીતારામ ચોક પાસે, રૈયા રોડ મૂળ જસદણ જુના પોલીસ કવાર્ટર પાસે) ને ક્રાઈમ બ્રાંચે તેના ઘર નજીકથી અને બીજા આરોપી રાજવીર ઉર્ફે રવી વલકુભાઈ ધાધલ (રહે જસદણ, પોલારપર રોડ, હત્પડકોના રસ્તે)ને એલ.સી.બી ઝોન– રના ટીમના હરપાલસિંહ જાડેજા અને ટીમે સોજીત્રા નગર, પાણીના ટાંકા પાસેથી ઝડપી લીધા હતાં.
આરોપી વારીસ ઉર્ફે લાલો અગાઉ બાબરા, જસદણ, આટકોટ અને વીંછિયા સહિતના પોલીસ મથકોમાં મારામારી, હથિયાર, દા સહિતના ૧૫ ગુનામાં અને રાજવીર બોટાદ, મોરબી, રાજુલા, ગઢડા અને પડધરી પોલીસ મથકમાં ચીલઝડપ મારામારી સહિત નવ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application