VIDEO : પીડીએમ કોલેજ પાસે માર મારી,રેસકોર્સ રિંગરોડ પર સ્ટંટ કર્યાનાં વીડિયો વાઇરલ

  • October 30, 2023 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોશિયલ મીડિયામાં આવનવા વીડિયો વાઇરલ થતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં વધુ બે વિડીયો વાઇરલ થયા છે જેમાં એક વીડિયોમાં શહેરના ગોંડલ રોડ પર આવેલી પી.ડી. માલવીયા કોલેજ પાસે જાહેરમાં કેટલાક શખસો વચ્ચે ધોલધપાટ થઈ હોવાનું નજરે પડ્યું હતું. જ્યારે અન્ય એક વીડિયોમાં રાત્રિના રેસકોર્સ રીંગરોડ પર કાર પર બેસી બે શખસો સ્ટંટ કરી રહ્યા હોય તેવું નજરે પડ્યું હતું. વાઇરલ થયેલા આ બંને વીડિયોને લઈ જે તે પોલીસ સ્ટેશનના સ્ટાફે તપાસ શરૂ કરી છે.આજરોજ સોશિયલ મીડિયામાં અલગ- અલગ બે વિડીયો વાયરલ થયા હતા જેમાં પ્રથમ વીડિયોમાં શહેરના રેસકોર્સ રીંગરોડ પર રાત્રીના કારના વુડ પર બેસી બે શખસો જોખમી સવારી કરતા હોય અને સ્ટંટ કરતા હોય તેવું નજરે પડ્યું હતું. વાયરલ થયેલા આ વીડિયોને લઈ પ્રદ્યુમનનગર પોલીસે કારના નંબરના આધારે તપાસ શરૂ કરી છે.

જ્યારે વાઇરલ થયેલા અન્ય એક વીડિયોમાં શહેરના ગોંડલ રોડ પર આવેલી પી.ડી. માલવીયા કોલેજ પાસે વિદ્યાર્થી જેવા દેખાતા કેટલાક શખસો જાહેરમાં ઉગ્ર બોલાચાલી કરતા હોય અને ઝપાઝપી તથા ધોલધપાટ થતી હોય તેવું નજરે પડ્યું હતું. કોલેજ પાસે મારામારીના આ દ્રશ્યો સાથેના વાઇરલ થયેલા વીડિયોને લઈ માલવીયાનગર પોલીસે તપાસ શરૂ કરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application