તહેવારોમાં ફરસાણ ખાતા પહેલા ચેતજો ! રાજકોટમાં આનંદ બંગલા ચોક પાસે વિમલ નમકીનમાં ફરસાણ બનાવવામાં વપરાતો હતો કપડા ધોવાનો સોડા

  • September 02, 2023 03:10 PM 

રાજકોટ શહેરના આનંદ બંગલા ચોક નજીક વિમલ નમકીન નામની પેઢીમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તહેવાર હવે નજીક આવી રહ્યા છે. જેમાં લોકો સૌથી વધુ ફરસાણ આરોગતા હોય છે. તે પહેલાં મનપાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને અલગઅલગ જગ્યાએ દરોડા પાડી ચેકીંગ કરવામાં આવ્યું હતું.


આ ચેકીંગ દરમિયાન આનંદ બંગલા ચોક પાસે આવેલા વિમલ નમકીનમાં અનહાઇજેનિક ફૂડ, સ્વચ્છતાનો અભાવ, મોટી માત્રામાં દાઝિયું તેલ મળી આવ્યું હતું. તેમજ ફરસાણ બનાવવામાં કપડા ધોવાના સોડાનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હવે મનપા દ્વારા આ પેઢી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application