હાદાનગરમાં બાથરૂમ અને ઓટલા તોડી રોડને દબાણ મુક્ત કરાવાયો

  • December 19, 2023 04:13 PM 

મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે પ્રભુદાસ તળાવ વિસ્તારમાં દબાણ હટાવાયા બાદ આજે સવારથી જ દબાણ હટાવ સેલના કાફલાએ શહેરના હાદાનગર વિસ્તારની શિવશક્તિ સોસાયટીમાં ત્રાટક્યો હતો. જેમાં જાહેર રોડ પર બનાવી લેવામાં આવેલા બાથરૂમ, પાકા ઓટલા તેમજ લોખંડના દાદર સહિતના નાના -મોટા દબાણો દૂર કરી રોડને ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત આ વિસ્તારમાં અડચણરૂપ કેબીનો સહિતના અસ્થાઈ દબાણો હટાવી માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. હાદાનગર વિસ્તારમાં સવારથી જ દબાણ હટાવ સેલ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. તંત્ર દ્વારા બપોર સુધીમાં ૧૦જેટલાં પાકા ઓટલા, ૩શેડ, મુરઘા માટેનું પાંજરૂ અને નાનીમોટી કેબીનો હટાવી માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. શિવશક્તિ સોસાયટીના કેટલાક આસામીઓ દ્વારા રોડ પર જ બનાવી લેવાયેલા પાકા બાથરૂમના બંધકામો પણ તોડી પાડી લાંબા સમયથી દબાગ્રસ્ત બનેલા જાહેર રોડને દબાણ મુક્ત કરવામાં આવ્યો હતો. મહાપાલિકા તંત્ર દ્વારા હાદાનગર વિસ્તારમાં દબાણકર્તાઓ સામે હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ કામગીરીથી સ્થાનિક લોકોમાં આનંદ સાથે રાહતની લાગણી ફેલાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application