સની દેઓલના બંગલાની હરાજી બેંક ઓફ બરોડાએ પાછી ખેંચી

  • August 21, 2023 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટેકનિકલ કારણને ટાંકીને, બેંક ઓફ બરોડાએ અભિનેતા અને ભાજપના સાંસદ સની દેઓલના મુંબઈના જુહત્પ સ્થિત બંગલાની હરાજીની નોટિસ પાછી ખેંચી લીધી છે. આ જાહેરાત રવિવારે જરી કરવામાં આવી હતી અને અને સરકારી બેંકે નોટીસ અપાઈ તે માટે ટેકનિકલ કારણ હોવાનું આ જાહેરાતમાં જણાવ્યું હતું. તેમાં કહેવાયું છે કે મિસ્ટર અજય સિંહ દેઓલ ઉર્ફે શ્રી સની દેઓલના સંબંધમાં વેચાણની હરાજીની નોટિસના સંદર્ભમાં ઇ–ઓકશન નોટિસ ટેકનિકલ કારણોસર પાછી ખેંચી લેવામાં આવી છે.

રવિવારે, બેંકે કહ્યું હતું કે ગદર ૨ અભિનેતાની હરાજી ૫૧.૪૩ કરોડથી શ થશે. રકમ માટે ન્યૂનતમ બિડ ૫.૧૪ કરોડ નક્કી કરવામાં આવી હતી. સન્ની વિલા અને સન્ની સાઉન્ડસ તરીકે ઓળખાતી જુહત્પની પ્રોપર્ટીની પણ હરાજી થવાની હતી. સની સાઉન્ડસ દેઓલ્સ દ્રારા સંચાલિત કંપની છે. આ પેઢી લોન માટે કોર્પેારેટ ગેરેંટર છે. સની દેઓલના પિતા સુપરસ્ટાર ધર્મેન્દ્ર લોનના અંગત ગેરેંટર છે. વિપક્ષે આક્ષેપ કર્યેા છે કે ભાજપના સાંસદ હોવાના કારણે સની દેઓલ સામેની નોટીસ પાછી ખેંચાઈ છે.

રવિવારે જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે હરાજી યોજાવાથી રોકવા માટે અભિનેતા ભાઈ–બહેનો હજુ પણ બેંક સાથે તેમના બાકી દેવાની પતાવટ કરી શકે છે. આ હરાજી સરફેસી એકટ ૨૦૦૨ની જોગવાઈ હેઠળ થશે.

સની દેઓલની અભિનય કારકિર્દીના વળતાં પાણી હતાં ત્યારે તેની નવીનતમ રિલીઝ ગદર ૨ મેગા બ્લોક બસ્ટર બની. રિલીઝના એક અઠવાડિયા પછી પણ, મૂવીએ પૈસા કમાવવાનું ચાલુ રાખ્યું છે અને પઠાણ, યુદ્ધ, બજરંગી ભાઈજાન, વગેરે જેવી મોટા બજેટની ફિલ્મોના તમામ રેકોર્ડ તોડા છે. રવિવારે, ગદરની સિકવલ ગણાતી ફિલ્મે ૪૧ કરોડની કમાણી કરી હતી. ભારત ફિલ્મનું પ્રથમ સાહનું કલેકશન ૨૮૪.૬૩ કરોડ રહ્યું હતું. તેના બીજા શુક્રવારે, ફિલ્મે ૨૦.૫ કરોડની કમાણી કરી હતી અને બીજા શનિવારે, તેણે લગભગ ૩૧.૦૭ કરોડની કમાણી કરી હતી. અત્યાર સુધીમાં ફિલ્મે ૩૭૭.૨૦ કરોડની કમાણી કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application