જામનગર લવજેહાદ પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ્દ

  • May 10, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સેશન્સ કોર્ટમાં યુવતીના વકીલોએ ધારદાર કરેલી દલીલો

જામનગરમાં ખળભળાટ મચાવનાર લવજેહાદની ઘટનામાં આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી દરમ્યાનમાં યુવતીના વકીલો દ્વારા ધારદાર દલીલો કરતા કોર્ટ દ્વારા આરોપીના જામીન નામંજૂર કર્યા છે.
જામનગર શહેરના પોશ વિસ્તારમાં રહેતી યુવતીને મોલમાં ભટકી ગયેલા સૈફુલાખાન આરીફખાન લોહાણી નામના શખસે પોતાની ઓળખ હિન્દુ તરીકેની આપી યુવતી સાથે સંબંધો કેળવી તેણીનું શારીરિક શોષણ કર્યું હતું. વારંવાર લગ્નની લાલચ આપી તેણે શોષણ કર્યું હતું. આ બાદ યુવતીને ખબર પડી જતા તે વિધર્મી છે. જેથી તેણે આ બાબતે પૂછતા પોતે હિન્દુ ધર્મ અંગીકાર કરી લેશે તેમ જણાવી ફરી યુવતીનો વિશ્વાસ કેળવી શોષણ કર્યું હતું.
થોડા સમય બાદ યુવતીને જાણ થઈ હતી કે, આ વિધર્મી યુવાન પરિણીત છે. ત્યારબાદ પરિવારની મદદથી વિધર્મી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે તાત્કાલિક પગલા લઈ તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. બાદમાં વિધર્મી શખ્સે જામીન પર છૂટવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.
જ્યાં ભોગ બનનાર યુવતીના વકીલો રાજેશ ગોસાઈ, વિશાલ જાની, હરદેવસિંહ ગોહિલ, રજનીકાંત નાખવા તથા નિતેશ મુછડીયાએ જોરદાર દલીલો કરી વિધર્મીએ યુવતીને પરિણીત હોવા છતાં ષડયંત્ર રચીને ફસાવી હોવાની રજૂઆત કરી હતી. તેમજ આવી રીતે લવજેહાદના નેજા હેઠળ હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જે તમામ દલીલો ઘ્યાને લઇને કોર્ટે આરોપીની જામીન અરજી રદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application