બગસરા સ્વામિનારાયણ મંદિર દ્રારા વધુ ૧૫ દિવસ પોલીસ રક્ષણની માગણી

  • September 03, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બગસરામાં સ્વામિનારાયણ મંદિરના સંતો વચ્ચેનો વિવાદ આગળ વધતો દેખાય છે. સ્વામિનારાયણ મંદિરના સંતો દ્રારા પોલીસ રક્ષણની માંગણી કરવામાં આવતા બગસરા પોલીસ સ્ટેશન દ્રારા મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બગસરા સ્વામિનારાયણ મંદિરમાં સંતો વચ્ચેની ચાલી રહેલી લડાઈ વધુ ઉગ્ર બની છે. આ મંદિરમાં નવા અને જૂના સંતો વચ્ચે અસ્તિત્વની લડાઈમાં બે અલગ અલગ જગ્યાએ સભાઓ પણ થવા લાગી છે. હરિભકતો પણ કઈ સભામાં જવું કે ના જવું તેવી મૂંઝવણમાં રહેતા હોય છે. તેવા સમયે સ્વામિનારાયણ મંદિર બગસરા દ્રારા કોઈ પણ સમયે મંદિર પરિસરમાં પરિસ્થિતી બગડે કે સંતો ઉપર હત્પમલો થાય તેવી શંકા થતા સંતો દ્રારા બગસરા પોલીસ સ્ટેશનમાં પોલીસ રક્ષણની માંગણી કરવામાં આવી છે. જેને પગલે બગસરા પોલીસ સ્ટેશન દ્રારા આગામી ૧૫ દિવસ માટે સ્વામિનારાયણ મંદિરમાં સાંજના ૬ વાગ્યા થી ૯ વાગ્યા સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અત્રે ઉલ્લ ેખનીય છે કે યારે સામાન્ય લોકોના ઘરમાં ઝઘડા થતા હોય ત્યારે સંતો દ્રારા નિરાકરણ લાવવામાં આવતું હોય છે પરંતુ હવે સંતો વચ્ચે શ થયેલા ઝઘડાઓનું નિરાકરણ કોણ લાવશે તેવું હરિભકતોમાં ચર્ચાએ જોર પકડું છે. હરિભકતોના કહેવા મુજબ હાલના સ્વામી લમીપ્રસાદ સ્વામી તેમજ વિવેક સ્વપ સ્વામી દ્રારા આ મંદિરનો નિર્માણ કરે પરંતુ અત્યારના જે નવા એટલે કે યગં જનરેશનના સાધુ દ્રારા વિવેક સ્વપ સ્વામી જે સમાજમાં કથા વાર્તા કરતા હતા પરંતુ આ યુવા સાધુઓને જે મંજૂર નહીં હોવાથી વિવાદ ચરમ સીમા એ પહોંચી ગયેલ છે. આ  યુવા વવસાધુઓ વિવેક સ્વપ સ્વામીને કોઈપણ સંજોગોમાં બગસરા મંદિરમાંથી હટાવવા માંગે છે યારે બીજી તરફ વિવેક સ્વપ સ્વામીના સમર્થકો જેનો વિરોધ કરી રહ્યા છે જેને હિસાબે નવા તથા જુના સંતો મારામારી સહિતના આમને સામને આવી ગયા છે જેથી પોલીસ રક્ષણ માગવું પડું છે. કોઈ અનઈચ્છિત બનાવ ન બને તે માટે પોલિશ બંધોબસ્તથી સ કરવામાં આવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News