તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીએ જેઠાલાલને કર્યું આલિંગન

  • April 14, 2023 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થતાં ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા
  • કોઇએ લખ્યું- જેઠા લાલનો 14 વર્ષનો વનવાસ પુરો થયો, તેને મોક્ષ મળી જશે


વર્ષોથી દર્શકોને હાસ્ય મનોરંજન પુરું પાડતા ટીવી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનું 15 વર્ષનું સપનું સાકાર થયું છે. હંમેશા સોસાયટીની બબીતાજીના જ ખ્યાલોમાં રાચતા જેઠાલાલને આખરે પપોતાની પ્રિય બબીતાજીનનું આલિંગન મળી જ ગયું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.


આ શોમાં લોકોને સૌથી ખાસ એવા જેઠાલાલ અને બબીતાજીની કેમિસ્ટ્રી સૌથી સારી લાગે છે. જેઠાલાલ પોતાની પત્ની દયાબેનને ભૂલીને આખો દિવસ બબીતાજીના ખ્યાલોમાં ખોવાયેલ રહે છે. તે વર્ષોથી બબીતાજીને લાઈન મારતો આવે છે. હવે જતાં તેમનું સપનું પુરુ થયું છે.


બન્યું છે એવું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેટેસ્ટ એપિસોડમાં બબીતાજીને લોટરી લાગે છે. અને તે ખુશીથી ઝૂમી ઉઠીને જેઠાલાલને આલિંગન કરે છે. ઈંસ્ટાગ્રામ હૈંડલ પર એક વીડિયો સામે આવ્યો છે. તેમાં દેખાય છે કે બબીતાજી એટલી ખુશ છે કે, તે ત્યાં હાજર લોકોની સામે જેઠાલાલને વળગી પડે છે.


બબીતા જેવી જેઠાલાલને ગળે લગાવે છે કે, જેઠાલાલને થોડી વાર તો વિશ્વાસ પણ નથી થતો. વીડિયોમાં તેને હૈરાન થતાં જોઈ શકાય છે. જો કે, આ સરપ્રાઈઝ તો હતું, પણ જેઠાલાલના મનમાં ચોક્કસપણે લડડુ ફુટ્યા છે.



વીડિયો ઉપર લખ્યું છે કે આખરે સપનું પુરુ થયું. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે... જિંદગીમાં ક્યારેય હાર ન માનવી જોઈએ. એક યુઝર્સે લખ્યું છે કે 14 વર્ષનો વનવાસ ખતમ થયો. એકે લખ્યું કે- દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા. એક યુઝર્સે લખ્યું કે, જેઠાલાલને હવે મોક્ષ મળી જશે. એક યુઝર્સે લખ્યું કે, સપનું પુરુ થઈ ગયું. બીજાએ લખ્યું કે, અસલી લોટરી તો જેઠાને લાગી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application