હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બાબર આઝમનું ફોર્મ બહુ સારું નથી. 2023 ODI વર્લ્ડ કપ પછી T20 વર્લ્ડ કપ 2024 અને હવે બાંગ્લાદેશ સામેની તાજેતરની ટેસ્ટ સિરીઝમાં બાબર 4 ઇનિંગ્સમાં માત્ર 64 રન જ બનાવી શક્યો હતો. ભલે તેનું ક્રિકેટ ફોર્મ ગમે તે હોય, હવે તેની એક શાનદાર એડ શૂટ વાયરલ થઈ રહ્યું છે. પાકિસ્તાનની ODI અને T20 ટીમનો કેપ્ટન લક્ઝુરિયસ બાઇક પર બેઠો જોવા મળે છે.
વીડિયોની શરૂઆતમાં બાબર આઝમ બાઇક પર બેઠેલો જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં '56' નંબર લખેલો છે, જે તેનો જર્સી નંબર પણ છે. બાબરના જેકેટ પર કિંગ બાબર લખેલું છે. આ એક ટાયર કંપની પેન્થર ટાયર્સની જાહેરાત છે. પેન્થર ટાયર એક પાકિસ્તાની કંપની છે, જેની સ્થાપના વર્ષ 1983માં કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, આ કંપનીની આવક અબજો રૂપિયામાં છે અને તે પાકિસ્તાનની સૌથી મોટી ટાયર ઉત્પાદક કંપનીઓમાંથી એક છે.
ગયા વર્ષે પણ પેન્થર ટાયર્સે યુટ્યુબ પર પ્રમોશન માટે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં બાબર આઝમ ક્રોસફિટ ટ્રેનિંગ કરતો જોવા મળ્યો હતો. જેમાં તેણે આંખે પાટા બાંધીને એવી રીતે શોટ માર્યો કે બોલ ટાયરમાંથી પસાર થઈ ગયો હતો.
Babar Azam in new panthertyres add ??#BabarAzam? pic.twitter.com/6kCKZd5r3J
— Najaf ali⁵⁶ ?♂️ (@NajafAli56) September 21, 2024
વિરાટ કોહલી પણ ટાયર કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર
વિરાટ કોહલી પણ ભારતીય ટાયર કંપની MRF ના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેના બેટ પર મોટા અક્ષરોમાં 'MRF' લખેલું છે. આ કંપનીએ વર્ષ 2015માં વિરાટ સાથે સ્પોન્સરશિપ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા, જે વિરાટને વાર્ષિક રૂ. 12.5 કરોડ ચૂકવે છે. બીજી તરફ રોહિત શર્માના બેટ પર પણ ટાયર કંપનીનું સ્ટીકર છે. રોહિત શર્માને 'CEAT' કંપની સ્પોન્સર કરે છે અને તે જ કંપની શુભમન ગિલને પણ સ્પોન્સર કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેહા ધૂપિયા અને રિયા ચક્રવર્તી વચ્ચે જોરદાર બોલાચાલી
January 23, 2025 12:26 PMફ્લોપનું લેબલ ધરાવતા અક્ષયની સેન્સ ઓફ હ્યુમર જબરી
January 23, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech