મહાપાલિકાના કર્મચારી તથા તેના ભાઈ પર ભાજપના કાર્યકર પિતા–પુત્રનો ખૂની હુમલો

  • October 18, 2023 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં ગાર્ડન શાખાના કર્મચારી આશિષ ચંદ્રકાંતભાઈ પંડયા ઉ.વ.50 રહે.મીલપરા શેરી નં.6 અંબા આશિષ તથા તેના ભાઈ રાજેશ ઉ.વ.49 પર કરણપરામાં નજીકમાં રહેતા ભાજપ્ના કાર્યકર નામચીન શખસ રણજીત ભૂપતભાઈ ચાવડિયા તેના પુત્ર હાર્દિક ઉર્ફે પપ્પુ, મોહિત અને અમિત ઉર્ફે બમો ચાવડિયાએ મળી લાકડાના ધોકા વડે ખુની હુમલો કરી હત્યા નીપજાવ્યાનો પ્રયાસ કયર્નિા આરોપસર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. બનાવ પગલે પોલીસે દોડી જઈ આરોપીઓની ધરપકડની તજવીજ આરંભી હતી.


બનાવની વિગતો મુજબ આશિષ પંડયા ગઈકાલે મનપાની નોકરી પુરી કરી સાંજના સમયે કરણપરા શેરી નં.9ના ખૂણે અન્યો સાથે બેઠા હતા. એ વખતે રરજીત બાઈક લઈને નીકળ્યો હતો. કેમ સામે જુવે છે કહીં આજે તો તા પુ કરી નાખવું છે. કહીંને પુત્રને ફોન કરતા બાઈકમાં ત્રણ શખસો ધોકા સાથે ધસી આવ્યા હતા. જયારે આશિષે તેના ભાઈ રાજેશને ફોન કરતા તે પણ પહોંચ્યો હતો.
હુમલાકોરોએ આશિષ પર આડેધડ ધોકાના ઘા ઝીંકયા હતા. વચ્ચે પડેલા રાજેશ પર હુમલો કર્યો હતો. લોહિયાળ હાલતમાં આશિષ તથા તેના ભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલાના પગલે કરણપરામાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. પોલીસ પણ દોડી આવી હતી. હુમલાખોર પિતા-પુત્ર સહિતના ટુ વ્હીલર પર નાસી છૂટયા હતા.


વિપ્ર બંધુ પર કરાયેલા આડેધડ હુમલામાં હુમલાખોરો પૈકીનો ધોકો મોહિૈતને લાગતા તે પણ ઘવાયો હતો. તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને સકંજામાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.અગાઉથી ચાલ્યા આવતા ડખ્ખામાં આશિષને રણજીતના કૌટુંબિક ભાઈ નરેશ નારણભાઈ ચાવડિયા ઉર્ફે નંદા સાથે મિત્રતા અને પારિવારિક સંબંધો હતા. જે રણજીતને પસંદ ન હતા. આશિષને સંબંધ ન રાખવા કહેતા આશિષે ત્રણેક વર્ષથી સંબંધ તોડી નાખ્યા હતા. આમ છતાં રણજીત ભેગો થાય ત્યારે કાતર મારતો હતો. ગઈકાલે ફરી બાઈક ઉભુ રાખી શું સામે જુવે છે કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application