સંગઠન પર્વ બીજી સપ્ટેમ્બરે ચાલું થયું જેમા પહેલાં જ દિવસે સાત લાખ સભ્યોની નોંધણી થઇ હતી, તે ઘટીને બીજા દીવસે પાંચ લાખ અને ત્રીજા દિવસે તો ત્રણ લાખે પહોંચી ગઇ. આ સંગઠન પર્વ હજુ બે મહિના સુધી ચાલશે, પરંતુ જો બીજા ત્રીજા દિવસે જ ઉત્સાહ ઓસરી જાય તો પૂં થતાં તો માંડ સભ્યો નોંધાય તેવી સ્થિતિ થઇ જાય તેવી ગણતરીએ હવે ભાજપને ચિંતા ઘર કરી ગઈ છે કે બે કરોડ સદસ્ય નોંધણી માટે થઈને ધારાસભ્ય સાંસદો અને પાલિકાના પદાધિકારીઓને ટાર્ગેટ બમણો આપી દેવાયો છે.
ભાજપના સંગઠન પર્વમાં ગુજરાત પ્રદેશ એકમે ઉત્તરપ્રદેશનો વિક્રમ તોડવા માટે કમર કસી છે અને આ વખતે સમગ્ર રાયમાં ભાજપના બે કરોડ કાર્યર્તાઓની નોંધણી થાય તેવો સંકલ્પ લેવાઇ ગયો છે. પરંતુ સંગઠન પર્વને માત્ર બે દિવસમાં જે રીતે નબળો પ્રતિસાદ મળ્યો જોતાં હવે આ સંકલ્પ પૂરો થાય તેવું પ્રદેશના નેતાઓને લાગતું નથી.
આવા સંજોગોમાં પ્રદેશ નેતાગીરીએ તમામ નેતાઓના અને હોદ્દેદારોના ટાર્ગેટ વધારી દીધાં છે. અગાઉ સૌથી જુનિયર હોદ્દેદારને ઓછામાં ઓછાં એકસો સભ્યો નોંધવા માટે કહેવાયું હતું. તેને બદલે હવે આ ટાર્ગેટ બે ગણો કરવા સાંસદોથી માંડી કાર્યકરોને વધુ સભ્યો બનાવવા કહેવાયું ૨૦૦ સભ્યોની નોંધણી કરાવવા માટેનો થઇ ગયો છે. હોદ્દેદારોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે અને તેમાં સ્થિતિનો ચિતાર આપ્યો છે.આ માટે સંગઠન પર્વના સંયોજક બનાવાયેલા ભૂતપૂર્વ મહામંત્રી કે. સી. પટેલે પ્રદેશ અધ્યક્ષ અને હાઇકમાન્ડે આવતા સાહે મંગળવારે દરેક રાયના સંગઠનના અગ્રણીઓને સદસ્યતા અભિયાનના આંકડા સાથે બેઠક માટે બોલાવ્યા છે. આ કિસ્સામાં ગુજરાતનું પ્રદર્શન નબળું સાબિત થાય તેવી ભીતિ છે, તેથી દરેક હોદ્દેદારોને પોતે સંગઠન અને સદસ્ય નોંધણી અંગે કરેલી કામગીરીની વિગતો શનિવાર સુધીમાં મોકલી આપવા જણાવાયું છે. સદસ્યતા નોંધણી વખતે દરેક નેતાએ પોતાનો રેફરન્સ આપીને નોંધણી કરાવવાની રહે છે, જેથી દરેક સભ્યનો રેકોર્ડ રહી શકે.
આ સંગઠન પર્વમાં દરેક સાંસદે પોતાના રેફરન્સ થકી દસ હજાર અને મતવિસ્તારમાંથી સાત–સાત લાખ સભ્યો નોંધાવવાના છે. તે સિવાય ધારાસભ્ય વ્યકિતગત ૫ હજાર અને મતવિસ્તારમાંથી એક–એક લાખ સભ્યો બનાવવા આદેશ કરાયો છે. પ્રદેશ સંગઠનના હોદ્દેદારો તથા સહકારી નેતાઓને ૩૦૦૦, પૂર્વ સાંસદો તથા વર્તમાન નગરસેવકોને ૨–૨ હજાર, પ્રદેશના હોદ્દેદારો–પૂર્વ ધારાસભ્યો–મોરચાના પદાધિકારીઓ– જિલ્લા પંચાયતના સભ્યોને ૧–૧ હજાર સભ્યો બનાવવાનો ટાર્ગેટ અપાયો છે.
૨૦૧૮મા ગુજરાતમાંથી કુલ ૧.૧૮ કરોડ સભ્યો નોંધાયા હતા. મિસ્ડ કોલ, ઓનલાઇન અને ઓફલાઇન પદ્ધતિથી આવાં પ્રાથમિક સભ્યો નોંધાયા બાદ તેઓને કાયમી સક્રિય સભ્ય બનવા માટે ફરી નોંધણી કરાવવા જણાવાયું હતું. જો કે ૧.૧૮ કરોડમાંથી માત્ર ૧.૫૦ લાખ સભ્યો જ રહી ગયાં. આ સ્થિતિમાં જો આ વખતે નબળું પ્રદર્શન થાય તો સક્રિય સભ્યોની સંખ્યા સાવ ઓછી થઇ જવાનો ડર રહે છે. આ વખતે સક્રિય સભ્ય પાંચ લાખ કરતા વધુ હોવા જોઈએ તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ મામલે તમામ નેતા કાર્યકરોને દોડતા કરવામાં આવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech